Western Times News

Gujarati News

કેટનું પરીક્ષાનું પરિણામ જાહેર,કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો

Files Photo

નવીદિલ્હી, દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજાેમાં પ્રવેશ માટેની પરીક્ષા કોમન એડમિશન ટેસ્ટ (કેટ)નું પરિણામ જાહેર થવાની સાથે જ વિદ્યાર્થીઓમાં ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ જાેવા મળ્યો હતો. ગત નવેમ્બર માસમાં લેવાયેલી કેટ પરીક્ષામાં દેશભરમાંથી ૨.૨૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી સુરતના ઋષિ પટેલે ૯૯.૯૯ પર્સેન્ટાઇલ લાવી સુરત સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતું..

નોંધનીય છે કે, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-ઇન્દોર દ્વારા લેવાયેલી કેટ-૨૦૨૦ની પરીક્ષામાં દેશમાં કુલ ૨,૨૭,૨૮૩૫ વિદ્યાર્થીઓ બેઠા હતા. પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર થવાની સાથે જ વિદ્યાર્થી અને વાલીઓમાં સળવળાટ જાેવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, આ વર્ષે કેટ-૨૦૨૦માં દેશમાંથી કુલ ૯ વિદ્યાર્થીઓએ ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. તે પૈકી ૫ વિદ્યાર્થી આઇઆઇટીના હતા.

ગત વર્ષે ૧૦ વિદ્યાર્થીઓએ ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. વિશેષ સંજાેગોને કારણે ચાલુ વર્ષે કેટ પરીક્ષાનો સમયગાળો પણ ઘટાડવામાં આવ્યો હતો. તે સાથે જ આ પરીક્ષાનું પરિણામ ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધી માન્ય ગણાશે. વળી, ચાલુ વર્ષે કેટ-૨૦૨૦ની પરીક્ષામાં દેશમાં વિદ્યાર્થીસંખ્યા ઘટવાની સાથે જ તજજ્ઞો વિમાસણમાં મુકાઇ ગયા છે. ગત વર્ષે ૨.૪૪ લાખ વિદ્યાર્થી સાથે જ ચાલુ વર્ષે ૨૦૧૬ પછી સૌથી ઓછા વિદ્યાર્થી નોંધાયા છે.દરમિયાન સુરત માટે ગૌરવની બાબત છે કે, સુરતના ઋષિ પટેલે ૯૯.૯૯ પર્સેન્ટાઇલ મેળવીને ઝળહળતું પ્રદર્શન કર્યું છે. સુરતમાં પીપલોદ વિસ્તારમાં રહેતા ઋષિ પટેલ હાલ આઇઆઇટી-દિલ્હીમાં બીટેક્ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. ઋષિએ નવેમ્બર-૨૦૨૦માં કેટ પરીક્ષા આપી હતી.

ત્રણ સેક્શનમાં લેવાયેલી પરીક્ષામાં ઋષિએ સુરતનું જ પરીક્ષા કેન્દ્ર પસંદ કર્યુ હતું. ઋષિએ ૨૨૮માંથી ૧૫૯.૬૫ સ્કોર કર્યો હતો. ઋષિએ ધોરણ-૮ સુધીનો અભ્યાસ સુરતની શાળામાં કર્યા બાદ વિશેષ તૈયારી માટે રાજસ્થાન જઇ હોસ્ટેલમાં રહેવાનું પસંદ કર્યુ હતું. ધોરણ-૧૨ સાયન્સ બાદ પ્રવેશ પરીક્ષામાં ઝળહળતા પ્રદર્શનને કારણે આઇઆઇટીમાં પ્રવેશ મેળવ્યો હતો. કેટ-૨૦૨૦ની પરીક્ષામાં ૯૯.૯૯ પર્સેન્ટાઇલ આવ્યા બાદ હવે આઇઆઇએમ-અમદાવાદમાં પ્રવેશની ખેવના છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.