બ્રાઝિલ કોવેક્સિનના ૫૦ લાખ ડોઝ ભારત પાસેથી ખરીદશે
નવી દિલ્હી, ભારતમાં ગઇકાલે બે કોરોના વેક્સિનને ઉમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકી ભારતીય કંપની ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનની ડિમાન્ડ દુનિયામાં જાેવા મળી રહી છે. બ્રાઝિલિયન એસોસિએશન ઓફ વેક્સિન ક્લિનિક્સે ભારતીય બાયોટેક સાથે સમજૂતી કરી છે. જે હેઠળ બ્રાઝિલને કોવેક્સિનના ૫૦ લાખ ડોઝ આપવામાં આવશે. આની પર અંતિમ મહોર બ્રાઝિલિયન હેલ્થ રેગ્યુલેટર અન્વિસાની અનુમતિ બાદ લાગશે.
ભારત બાયોટેકે અત્યારે એ જણાવ્યું નથી કે તે કેટલી અસરકારક છે. હા, એમ જરૂર કહ્યું છે કે એ ઉપયોગ માટે ૧૦૦% સુરક્ષિત છે. આ દરમિયાન એઆઈઆઈએમએસના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે બીજાે ડોઝ લેવાના ૨ સપ્તાહ પછી શરીરમાં એન્ટીબોડિઝ ડેવલપ થશે.
જ્યારે ડીસીજીઆઈએ જણાવ્યું હતું કે, બન્ને રસીની સામાન્ય સાઇડ ઇફેક્ટ છે. જેમ કે, સામાન્ય તાવ, એલર્જી વગેરે. પરંતુ બન્ને જ રસી ૧૦૦% સુરક્ષિત છે. રસીને કારણે નપુંસક થવા જેવી વાતો ખોટી છે.
આઈસીએમઆરના મહાનિર્દેશક પ્રો. બલરામ ભાર્ગવે જણાવ્યું કે, આ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. વાયરસમાં અત્યાર સુધી જેટલાં બદલાવ થયા છે તે બધામાં કામ લાગશે. કેટલું પ્રભાવી છે, તે અત્યાર સ્પષ્ટ નથી. ત્રીજા ફેઝમાં ૨૨ લોકોને રસી આપવામાં આવી છે, તેમનામાં અત્યાર સુધી સાઇડ ઇફેક્ટ દેખાઇ નથી. છેલ્લા પરિણામ આવવાના બાકી છે.SSS