પરિવાર ધાબે સુઈ રહ્યો હતો અને ચોરો બારીની ગ્રીલ તોડી ઘુસ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યુ છે. ઉનાળાના સમયમાં જ્યારે નાગરીકો ગરમીથી બચવા ધાબા પર સુવા જાય છે એ િસ્થતિ લાભ ઉઠાવી તસ્કરો બારી-દરવાજા કોઈ રીતે તોડીને અંદર પ્રવેશી રહ્યા છે. અને તિજારીના લોક તોડીને નાગરીકોની મહેનતની કમાણીની ચોરી કરી રહ્યા છે. રાત્રે લોકો હાલ કેટલાંક સમયથી આ પ્રકારની ઘણી ફરીયાદો થઈ રહી છે.
આ િસ્થતિ વધુ એક ફરીયાદ સરદારનગર પોલીસ સ્ટેશને નોંધાઈ છે. અનાજના વેપારી પત્ની સાથે બહારગામ ગયા હતા. તથા પુત્ર, તેની પત્ની અને દિકરી ત્રણેયજણા ધાબે સુવા ગયા હતા ત્યારે બારીની ગ્રીલ તોડી ચોરો સાડા સાત લાખના સોના-ચાંદીના દાગીના પર હાથ સાફ કરી ગયા છે.
ચંદ્રશભાઈ નારાયણદાસ કેવલાણી (પપ) નરોડા ખાતે અનાજની દુકાન ધરાવે છે. અને પરિવાર સાથે વૈકુંઠ ટાવર સોસાયટી, નરોડા રોડ ખાતે રહે છે. કેટલાંક દિવસ અગાઉ પત્ની વિનીતાબેન સાથે અજમેર ગયા બાદ ગઈકાલે સવારે આઠ વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતા.
એ સમયે તેમનો પુત્ર નરેન, પુત્રી બરખા તથા નરેનની પત્ની, દ્રષ્ટી વગેરે ત્રણેય જણા રડતા હતા. ત્રણેયને રડતા જાઈ ચંદ્રેશભાઈએ કારણ પૂછતાં નરેને ગઈકાલે રાત્રે ત્રણેય ધાબે સુઈ ગયા બાદ સવારે સાત વાગ્યે પરત નીચે આવતા ઘરનો સામાન વેરવિખેર જાયો હતો. અને ઘરમાંથી ચોરી થઈ હોવાનું જણાવ્યુ હતુ.
જેથી ચંદ્રેશભાઈએ પોતાના રૂમમાં તિજારી તપાસતા બે ડ્રોઅરમાંથી મંગળસૂત્રો, બંગડીઓ, વીંટી, હાર, દસ સોનાના સિક્કા, ડાયમંડના દાગીના, સહિત સોના-ચાંદીના ૩૦ તોલાના દાગીના અને રોકડા રૂપિયા ત્રણ લાખ સહિત કુલ દસ લાખથી વધુની મત્તા ગાયબ થઈ હતી.
આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ આરંભી હતી. પ્રાથમિક તપાસમાં ચોરો લોખંડની બારીની ગ્રીલ તોડીને ઘરમાં ઘુસ્યા હોવાની જાણ થઈ છે. ત્રીસ તોલા સોનાના દાગીનાની ચોરી થતાં સોસાયટીના રહીશો પણ ગભરાઈ ગયા હતા. અને આ અંગે પોલીસ કડક પગલાં લે તેવી માંગણી કરી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરીયાદ નોધી સઘન તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે અવારનવાર ચોરીના બનાવથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે. દિવસ દરમ્યાન રેકી કરીને જતા ચોરો રાત્રે મકાનો પર ત્રાટકતા હોય છે. જે છડેચોક પોલીસની નાઈટ પેટ્રોલીંગના દાવાના લીરા ઉડાવી રહ્યા છે.