Western Times News

Gujarati News

સાડીના વેપારી પાસેથી માલ ખરીદ્યા બાદ પિતા-પુત્ર દ્વારા ઠગાઈ

પ્રકાશ ચોપરા સાથે ઠગાઈ, પિતા-પુત્રઍ રૂપિયા ૧.૩૭ લાખનો માલ ખરીદ્યા બાદ ધમકી આપી

સુરત, રીંગરોડની જે.જે. ઍસી માર્કેટમાં શ્રી લક્ષ્મી ડિઝાઈનરના નામે ધંધો કરતા વેપારી પાસેથી રૂપિયા ૧.૩૭ લાખનો માલ ખરીદ્યા બાદ અગ્રવાલ પિતા-પુત્રઍ પેમેન્ટ નહી ચુકવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ સીટીલાઈટ અગ્રેસન ભવની બાજુમાં રોયલ કેશટલમાં રહેતા મૂળ રાજસ્થાન જાધપુરના પ્રકાશભાઈ કનવરલાલ ચોપરા (ઉ.વ.૪૦) રીંગરોડ જે.જે. ઍસી માર્કેટમાં શ્રી લક્ષ્મી ડીઝાઈનરના નામે સાડી ખરીદ વેચાણનો વેપાર ધંધો કરે છે.

પ્રકાશભાઈની દુકાને  ૨૦૧૬માં જવાહરલાલ માલીરામજી અગ્રવાલ (પ્રહલાદકા) અને અભિનવ જવાહરલાલ અગ્રવાલ આવ્યા હતા. અગ્રવાલ પિતા-પુત્રઍ પોતે રિંગરોડ આનંદ નિવાસમાં પન્નાલાલ ઍન્ડ સન્સના નામે ધંધો કરે છે અને તેમની પાસે સુરત તેમજ બહારની સારી પાર્ટીઓ છે, હોવાનુ કહી તેમના મારફતે પાર્ટીઓને મા્લ આપશો તો વર્ષમાં સારુ કમાવશો અને તેમની પાસેથી સમયસર પેમેન્ટ ચુકવાની જવાબદારી પોતાની હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો,.

અગ્રવાલ પિતા-પુત્રઍ પ્રકાશભાઈનો વિશ્વાસ કેળવવા માટે શરુઆતમાં માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ ચુકવ્યુ હતું ત્યારબાદ અગાઉથી કરેલા પ્લાન મુજબ તેમના કહેવાથી ન્યુ વેરાયટી સ્ટોર (ભીલવાડા)ને રૂપિયા ૨૭,૦૦૦, શ્રી હરિ ક્રીઍશન (ભીલવાડા)ને રૂપિયા ૨૫,૫૦૦, શ્રી ગુરુ રાજેન્દ્ર ટેક્ષટાઈલ (પ્રતાપગઢ)ને રૂપિયા ૩૬,૮૦૩, શ્રી બાલાજી મંગલમ ક્લોથ સેન્ટર (મંડાલ)ને રૂપિયા ૨૪,૪૧૩, પન્નાલાલ ઍન્ડ કંપનીને રૂપિયા ૨૩,૨૮૩નો મળી કુલ રૂપિયા ૧,૩૭,૦૧૯નો માલ આપ્યો હતો.

દરમિયાન નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી આપતા પ્રકાશભાઈ ચોપરાઍ ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ  ચુકવી આપવાનું કહી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ નહી આપી આજ પછી પેમેન્ટની ઉઘરાણી કરવા આવશો તો હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વધુમાં પ્રકાશભાઈઍ જે પાર્ટીઓને માલ મોકલ્યો હતો ત્યાં તપાસ કરી તો ખબર પડી કે અગ્રવાલ પિતા-પુત્રઍ તેમના નામે માલ મંગાવી તેમને આપવાને બદલે બારોબાર વેચી નાંખી છેતરપિંડી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.