દ.ગુજરાતમાં ઠંડી યથાવત, પારો ૧૭.૨ ડિગ્રી પહોચ્યો
સવારથી ચાર કિલોમીટરની ઝડપે પવન ફુંકાયા
સુરત, પાછલા ઍક સપ્તાહથી સુરતના શહેરનીજનો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્ના છે. આજે પણ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૭.૨ ડિગ્રીઍ યથાવત રહ્નાે છે. અને સવારથી ચાર કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફુંકાતા હોવાનથી લોકોને ઠંડીથી રાહત મળી ન હતી.
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે શહેરનું મહત્તમ તાપમાન ૨૫.૯ અને લઘુત્તમ તાપમાન ૧૭.૨ ડિગ્રી સેલ્સીયસ નોîધાયું છે જયારે હવામાં ભેજનું પ્રમાણ ૦૬૬ ટકા અને હવામાં ભેજનું દબાણ ૧૦૧૪.૭મીલીબાર રહેવા પામ્યું છે. આજે સવારેથી શહેરમાં ૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના હતા.
અત્તે ઉલ્લેખની છે કે ઉત્તરભારતમાં થતી હિમવર્ષાને કારણે સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠડીનું મોજુ ફરી વળ્યું છે,. જેમાંથી સુરત સહિત દક્ષિણ ગુજરાત પણ બાકાત રહ્નાં નથી. ુસુરતની સાથે નવસારી. વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં લોકો કાતિલ ઠંડીથી રીતસર ઠુંઠવાય રહ્ના છે. અને હજુ ઠંડી વધે તેવી આગાહી આપવામાં આવી છે