“યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”માં અભિનેત્રી નાયરાનું મોત
મુંબઈ: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. સીરિયલમાં હાલમાં જે ટ્રેક ચાલી રહ્યો છે તેના કારણે લીડ એક્ટ્રેસ શિવાંગી જાેશી અને પ્રોડ્યૂસર રાજન શાહી વચ્ચે મતભેદ સર્જાયો છે.
હવે આ બાબત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે, શિવાંગી અને રાજન શાહી એકબીજા સાથે વાતચીત પણ કરી રહ્યા નથી. થોડા દિવસ પહેલા, શોના મેકર્સે એક પ્રોમો રિલીઝ કર્યો હતો. જેમાં કાર્તિક (મોહસિન ખાન) નાયરા (શિવાંગી જાેશી)ના અંતિમ સંસ્કાર કરતો જાેવા મળ્યો હતો.
અપકમિંગ એપિસોડમાં, કાર્તિક અને નાયરાની જાેડી તૂટવાની છે. એક દુર્ઘટનામાં નાયરાનું મોત થવાનું છે. જેની અસર ગોયંકા પરિવારની સાથે દર્શકોના દિલ પર પણ થશે.
ગોયંકા પરિવાર કુળદેવીના દર્શન માટે જાય છે, પરંતુ ઘરે પરત જતી વખતે દુર્ઘટનામાં નાયરાનું મોત થઈ જાય છે. જાે કે, રાજન શાહી આ ટ્રેકથી વધારે ખુશ નથી અને નાયરાના મોતને લઈને તેમનો તેમની ટીમ સાથે મતભેદ થઈ ગયો છે. જેના કારણે હવે શાહી અને શિવાંગી જાેશીના સંબંધમાં પણ ખટરાગ ઉભો થયો છે.
એવી ચર્ચા પણ છે કે, મેકર્સે સ્ટોરીને પૂરી રીતે નવી ફ્લેવર સાથે જનતા સામે લાવવાનો પ્લાન કર્યો છે. શોના મેકર્સ નવો પ્લોટ લઈને આવવાના છે. જેમાં કાર્તિકની નવી લવ સ્ટોરી શરુ થશે. નાયરાના મોત બાદ કાર્તિકની એક નવી મિસ્ટ્રી લવ સ્ટોરી ઊભી થશે પરંતુ નાયરાની સાથે. ઋષિકેશમાં નાયરામાં અંતિમ સંસ્કાર કરીને પરત આવતી વખતે કાર્તિકને એક યુવતી મળશે. જે હૂબહૂ નાયરા જેવી દેખાતી હશે.
જેને જાેઈને કાર્તિક આશ્ચર્યચકિત થઈ જશે. આ યુવતી સાથે કાર્તિકની લવ સ્ટોરી શરુ થશે. જાે કે, નાયરાના મોતનું રહસ્ય છુપાયેલું રહેશે અને હમશક્લની અચાનક એન્ટ્રીથી આખું સિક્રેટ વધું ગૂંચવાશે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટેલિવિઝન પર લાંબા સમયથી પ્રસારિત થતાં શોમાંથી એક છે.
આ સીરિયલની શરુઆત અક્ષરા અને નૈતિકની લવ સ્ટોરીથી થઈ હતી. બાદમાં તે નાયરા અને કાર્તિકની લવ સ્ટોરી પર કેન્દ્રીત થઈ. સીરિયલમાં નાયરાનો રોલ શિવાંગી જાેશી અને કાર્તિકનો રોલ મોહસિન ખાન પ્લે કરી રહ્યો છે. ફેન્સને બંનેની જાેડી એટલી ગમી ગઈ છે તે તેઓ બંનેને ‘કાયરા ‘ કહીને બોલાવે છે.