સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપો, કોંગ્રેસના વરિષ્ઠ નેતાની માગ

નવી દિલ્હી, ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે માંગણઈ કરી છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ભારત રત્ન આપવામાં આવે.
તેમણે આજે સોશિયલ મીડિયા પર આ અંગેનુ નિવેદન કરીને મહિલા સશક્તિકરણનો હવાલો આપ્યો હતો.તેમણએ કહ્યુ હતુ કે, સોનિયા ગાંધી અને માયાવતીએ મહિલા સશક્તિકરણમાં મોટુ યોગદાન આપ્યુ છે.આ બંને મોટા રાજનેતાઓ છે.સોનિયા ગાંધીની રાજનીતિ સાથે કદાચ કોઈ સંમત ના હોય તેવુ બની શકે છે પણ મહિલા સશક્તિકરણમાં તેમણે કરેલા કામને કોઈ નકારી શકે તેમ નથી.આજે તેમને નારીવાદની મૂર્તિ તરીકે જોવામાં આવે છે.
આ જ રીતેમાયાવતી માટે તેમણે કહ્યુ હતુ કે, માયાવતીએ સમાજના કચડાયેલા વર્ગ માટે અવાજ ઉઠાવ્યો છે અને સાથે સાથે આ વર્ગના લોકોમાં નવો વિશ્વાસ ઉભો કર્યો છે.આ બંને મહિલાઓનુ સરકારે ભારત રત્ન આપીને સન્માન કરવુ જોઈએ.
જોકે બસપાએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, આ પ્રકારની માંગણી લોકોને બેવકૂફ બનાવવાની રણીતિ છે.આ પહેલા કોંગ્રેસ સરકાર ડો.આંબેડકરને સર્વોચ્ચ સન્માન આપી શકી નહોતી પણ બસપાના સ્થાપક કાશીરામ સાહૂના કારણે આ શક્ય બન્યુ હતુ.બસપા કાશીરામજી માટે આ સન્માન માંગી રહી હતી પણ કોંગ્રેસે સત્તા પર હોવા છતા તે વખતે તેના પર ધ્યાન આપ્યુ નહોતુ.
બીજી તરફ ભાજપે કહ્યુ છે કે, હરિશ રાવત એવા વ્યક્તિ માટે સર્વોચ્ચ સન્માન માંગી રહ્યા છે જેમની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે.