વેદાન્તા ગ્રુપ કંપનીઝ વિદ્યાર્થીઓનો અવિરત અભ્યાસ સુનિશ્ચિત કરવા આગળ આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/Vedanta1-scaled.jpg)
માનવજાત તાજેતરના ઇતિહાસમાં સૌથી મૂશ્કેલ કટોકટી પૈકીની એક કોવિડ-19 મહામારીનો સામનો કરી રહી છે. દેશવ્યાપી લોકડાઉનને કારણે બાળકો મર્યાદિત જગ્યા અને સ્થળો ઉપર પુરાઇ રહ્યાં.
બાળકોને સક્રિય રાખવા અને તેમના હ્રદયમાં આશા જન્માવી રાખવા માટે વેદાન્તા ગ્રુપ કંપનીઝ, કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ તથા હિંદુસ્તાન ઝિંક લિમિટેડ (એચઝેડએલ)એ આગળ આવીને શિક્ષણ અને અભ્યાસના ક્ષેત્રે ઘણાં પ્રોગ્રામની પહેલ કરી છે.
રાજસ્થાનમાં આ પહેલો દ્વારા બંન્ને કંપનીઓ બાળકોને પરિવર્તનનું નેતૃત્વ કરવા તથા કટોકટી વચ્ચે તેમના અભ્યાસને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે તેમજ વિશ્વને પ્રત્યેક દિવસ સંપૂર્ણપણે જીવવા પ્રેરણા આપી રહી છે.
વેદાન્તા લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ દુગ્ગલે જણાવ્યું હતું કે, “વેદાન્તા બાળકોના જીવનમાંપાયાના સ્તરે પરિવર્તન લાવવા અને તેમને વિશેષ કરીને હાલના પડકારજનક સમયમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે, આ વિઝનનો મહત્વપૂર્ણ હિસ્સો છે.
કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ તથા હિંદુસ્તાન ઝિંકે નવીન અને તકનીકી આધારિત પહેલો કરી છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસના નવા માધ્યમોને સ્વિકારે અને તેમને તકલીફ ન પડે.”
વેદાન્તા ગ્રુપના નેજાં હેઠળ કેટલાંક ફ્લેગશીપ પ્રોજેક્ટ્સ નીચે મૂજબ છેઃ
1. પ્રોજેક્ટ ઇ-કક્ષા – કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ દ્વારા રાજસ્થાનમાં ગ્રામિણ વિસ્તારોમાં અભ્યાસ કરતાં બાળકો માટે વિશેષ ડિજિટલ શિક્ષણ પહેલ
ઇ-કક્ષાનો ઉદ્દેશ્ય રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગ સાથે ભાગીદારીમાં ધોરણ 6થી12ના વિદ્યાર્થીઓને ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, અંગ્રેજી વગેરે જેવાં મહત્વપૂર્ણ વિષયોમાં વિશેષ ધ્યાન આપવા સાથે તમામ વિષયોમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા શિક્ષણ પ્રદાન કરાનો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 300થી વધુ વિડિયો વિકસાવવામાં આવ્યાં છે અને આ પહેલથી રાજ્યમાં 33 જિલ્લાઓમાં 65,000થી વધુ સરકારી શાળાઓમાં 1.7 કરોડથી વધુ વિદ્યાર્થીઓને લાભ પ્રદાન કરવાનો હેતુ છે.
સરકારના ડિજિટલ માધ્યમો જેમકે શિક્ષા વાણી, શિક્ષા દર્શન (દુરદર્શન રાજસ્થાન), સ્માઇલ પ્રોગ્રામ તેમજ દરેક સરકારી શાળાઓમાં આઇસીટી લેબ અને સ્માર્ટ ક્લાસરૂપ તેમજ આરબીએસઇ-ઇકક્ષાની અધિકૃત યુટ્યુબ ચેનલ દ્વારા ઇ-કન્ટેન્ટ ડિલિવર કરાશે.
રાજસ્થાનના બાડમેરમાં 20 સરકારી શાળાઓમાં નબળા અને શાળા બહારના વિદ્યાર્થીઓને સહયોગી બનવા અને વર્ગો પ્રદાન કરવા ઉપર ઉજ્જવલ પ્રોજેક્ટ કેન્દ્રિત છે, જે લોકડાઉન બાદ ગામડાઓ અને ક્લસ્ટર્સમાં શિક્ષણ આપી રહ્યું છે.
આ પ્રોજેક્ટ અંગે પ્રતિક્રિયા આપતાં રાજસ્થાનના શિક્ષણ પ્રધાન ગોવિંદ સિંહ ડોટાસરાએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીને કારણે સરકારી શાળાઓ બંધ થઇ જતાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં વિક્ષેપ પેદા થયો હતો. રાજસ્થાન સરકાર મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વ હેઠળ રાજ્યના બાળકો માટે શિક્ષણ સુલભ બનાવવા પ્રયત્નશીલ રહી છે.
મને જણાવતાં ખુશી થાય છે કે અમારા શિક્ષણ વિભાગના અધિકારીઓએ મૂશ્કેલ સમયમાં ઘરમાં ફસાઇ ગયેલા બાળકોને શિક્ષણ પ્રદાન કરવા માટે ઉત્સાહભેર કામ કર્યું છે તથા વેદાન્તા અને મીશન જ્ઞાન સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યાં છે. પાલીના જિલ્લા કલેક્ટર, આઇએએસ, અંશદીપે ઇ-કક્ષા પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી.
2. ઘર બૈઠે જ્ઞાન ગંગા – કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ દ્વારા શિક્ષણ પ્રોજેક્ટ
શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા ગુજરાતમાં લોંચ કરાયેલા આ પ્રોજેક્ટથી સ્માર્ટ ક્લાસિસની સ્થાપના કરાઇ છે અને પ્રયોગાત્મક અભ્યાસ માટે નવીન શૈક્ષણિક પદ્ધતિઓ રજૂ કરાઇ છે. અત્યાર સુધીમાં શિક્ષણ પ્રોજેક્ટે 1700થી વધુ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અભ્યાસ પ્રદાન કર્યો છે.
3. એચઝેડએલ દ્વારા શિક્ષા સંભાલ
શિક્ષા સંભાલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી જેવાં મહત્વપૂર્ણ વિષયો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે. પ્રોજેક્ટ દ્વારા શાળાઓમાં વધારાના શિક્ષકો મૂકવામાં આવે છે તથા નવીન અભ્યાસની તકનીક તેમજ ગ્રૂપ લર્નિંગ, વર્કશીટ્સ, લર્નિંગ કેમ્પ્સ, સાયન્સ ફેર વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો વૈચારિક પાયો મજબૂત કરવામાં આવે છે.
આ પ્રોજેક્ટથી 64 સરકારી શાળાઓ અને ધોરણ 9થી12ના 7300થી વધુ વિદ્યાર્થીઓને લાભ થયો છે. મહામારીમાં પ્રોજેક્ટ ટીમે બાળકોના અભ્યાસને આગળ ધપાવવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ્સ અને ઘરોની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો.
4. એચઝેડએલ દ્વારા માઇન્ડસ્પાર્ક
માઇન્ડસ્પાર્ક લર્નિંગ લેબ પર્સનલાઇઝ્ડ એટપ્ટિવ લર્નિંગ પ્રોગ્રામ છે, જે ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓના ભાષા અને ગણિતના અભ્યાસને મજબૂત કરવા માટે કસ્ટમાઇઝ્ડ અને એડપ્ટિવ ક્લાઉડ-આધારિત લર્નિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. હાલમાં પ્રોગ્રામ 38 સરકારી શાળાઓમાં પહોંચ ધરાવે છે અને 6000થી વધુ વિદ્યાર્થીઓને તેનાથી લાભ થાય છે.
5. એચઝેડએલ દ્વારા ઉચી ઉડાન
હિંદુસ્તાન ઝિંકની ઉંચી ઉડાન એક શૈક્ષણિક શ્રેષ્ઠતા માટેની પહેલ છે, જે શિક્ષા સંભાલના પાયા ઉપર નિર્મિત છે તથા તેનો ઉદ્દેશ્ય કંપનીની કામગીરીની આસપાસના વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં તેજસ્વી યુવાનની ઓળખ કરીને તેમને રાષ્ટ્રની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે માર્ગદર્શન પ્રદાન કરવાનો છે.
દર વર્ષે કંપની રાજસ્થાનમાં તેની કામગીરીના જિલ્લાઓ ઉદેપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ અને અજમેર એમ છ જિલ્લા તથા ઉત્તરાખંડના પંતનગરના ગ્રામિણ વિસ્તારોમાં પસંદગીની આકરી પ્રક્રિયા દ્વારા 25-30 વિદ્યાર્થીઓની પસંદગી કરે છે તથા તેમને આઇઆઇટી અને અન્ય પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ માટે વિનામૂલ્યે કોચિંગ આપે છે.
આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના પસંદગીના સમૂહને રેસિડેન્શિયલ સ્કૂલિંગ અને કોચિંગ સપોર્ટ આપે છે. પ્રોજેક્ટનું અમલીકરણ વિદ્યા ભવન અને રેસોનન્સ એજ્યુ વેન્ચર્સ દ્વારા કરવામાં આવે છે. ઉંચી ઉડાન પ્રોગ્રામમાં હાલ ધોરણ 9થી12 સુધીની ચાર બેચ ચાલી રહી છે અને પ્રોજેક્ટથી 134 વિદ્યાર્થીઓને લાભ થઇ રહ્યો છે.