ઘાટલોડીયામાં જૂની અદાવતમાં નિવૃત્ત કલાસ વન અધિકારી સાથે મારામારી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : હાલમાં બનેલી કેટલીક મહિલાઓ સાથે ગેરવતણુંકની ઘટનાઓના પરિણામે પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યુ છે. પોલીસે આ અંગે કાર્યવાહી કરવા છતાં કેટલાંક શખ્સોએ હજુ પણ પોલીસનો કોઈ ખોફ હોય એમ લાગતું નથી. યુવતિઓ તથા મહિલાઓ સાથે અણછાજતા વ્યવહારની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે કેટલાંક સમય અગાઉ નિવૃત્ત કલાસ વન અધિકારીના પતની સાથે બનેલા આવા જ એક બનાવની વિગતો બહાર આવી છે.
જેમાં જુની અદાવતમાં ચાણક્યપુરીમાં શખ્સે મહિલાની સાથે ગાળાગાળી કરતા નિવૃત અધિકારી વચ્ચે પડતા શખ્સે તેમને પણ ઢોર માર માર્યો હતો.
નશાની હાલતમાં પત્ની સાથે ઝઘડી રહેલા પાડોશીને સમજાવવા જતાં વધુ ઉશ્કેરાયો |
સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરનાર ઉપેન્દ્રભાઈ અમૃતલાલ મિ†ી (પ૯) યુનિક સીટી હાઉસ, ચાણક્યપુરી ખાતે રહે છે. અને ક્લાસ વન અધિકારી તરીકે નિવૃત્ત થયા છે.ે તેમની પાડોશમાં રહેતા સુભાષભાઈ શુકલ સાથે તેમને અવારનવાર ઝઘડા થતાં હતા. એ બાબતની અદાવત રાખી સુભાષ શુકલ કેટલાંક સમય અગાઉ દારૂ પીને આવ્યો હતો. તથા નશાની હાલતમાં ઉપેન્દ્રભાઈના પત્ની હીનાબેન સાથે ઝઘડો કરી તેમને બિભત્સ ગાળો બોલી હતી.
આ દરમ્યાનમાં ઉપેન્દ્રભાઈ આવી જતાં તે વચ્ચે પડ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા સુભાષભાઈએ તેમને લાફા મારી ગડદાપાટુનો માર મારતાં પાડોશીઓએ તેમને છોડાવ્યા હતા. ઈજાગ્રસ્ત ઉપેન્દ્રભાઈએ ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધી હતી.