કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ મહામંત્રની ર૧૯મી જયંતી ઉજવાશે
વિવિધ ૪૦ ભાષામાં “સ્વામિનારાયણ” મહામંત્ર લખાયેલો ૬ ફૂટ લંબાઈનો વિશાળ પત્ર ભગવાનને અર્પણ કરવામાં આવશે
સહજાનંદ સ્વામીએ સંવત્ ૧૮૫૮ ની માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “ સ્વામિનારાયણ ” નામ આપ્યું. – સાધુ પ્રેમવત્સલદાસજી
તા. ૯ – ૧ – ૨૦ર૦ શનિવાર માગશર વદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્રની ર૧૯ મી જયંતીની ઉજવણી કરવામાં આવશે.આ પ્રસંગે સવારે ૭ – ૦૦ થી ૮ – ૦૦ સુધી કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન – કથા કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી કથામૃતનું પાન કરાવશે.ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે.
વિવિધ ૪૦ ભાષામાં સ્વામિનારાયણ મહામંત્ર લખાયેલો ૬ ફૂટ લંબાઈનો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં સમર્પિત કરવામાં આવશે અને મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી તેનું પૂજન,અર્ચન કરીને આરતી ઉતારશે.
રાત્રે ૯ – ૦૦ થી ૧૦ – ૦૦ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા એ વિષય ઉપર પ્રવચન આપશે. ત્યારબાદ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે. જેનું પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – યુટયુબ ચેનલ ઉપર કરવામાં આવશે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામિનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું
હતું કે, આજથી ર૧૯ વર્ષ પૂર્વે સહજાનંદ સ્વામીએ સંવત્ ૧૮૫૮ ના માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “ સ્વામિનારાયણ ” નામ આપ્યું. અને ત્યારથી આ સંપ્રદાય એ “સ્વામિનારાયણ સંપ્રદાય ”તરીકે પ્રસિધ્ધ થયો. અને ત્યારપછી સૌ કોઈ સહજાનંદસ્વામીને પણ શ્રી
સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખતા થયા. તેથી આ માગશર વદ એકાદશી ની ઉજવણી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં કરવામાં આવે છે.
આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ભૂત,પ્રેત આદિ નાશી જાય છે, આધિ,વ્યાધિ,ઉપાધિ ટળી જાય છે.આલોક અને પરલોકમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરનાર સુખ – શાંતિને પામે છે.આ મંત્રનો જાપ કરનારને શ્રી સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દશન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે.તેવો તેનો આગવો મહિમા છે. તેથી આપણે પણ સુખી થવા માટે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ અવશ્ય નિત્ય કરવો જોઈએ.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ