ભરૂચની જે.પી.કોલેજ માં ૨૦-૨૦ વિદ્યાર્થીઓને પ્રવેશ સાથે B.Sc.ની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષા બાદ લેબોરેટરીનું કરાતું સેનિટાઈઝેશન.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએસસીની પ્રેક્ટિકલ પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે લેવામાં આવી રહી છે. હવે ગુજરાત માં પણ શૈક્ષણિક સંસ્થાઓ ૧૧ મી જાન્યુઆરી થી ખોલવાની જાહેરાત સરકારે કરી છે.તો બીજી બાજુ ઓનલાઈન સ્ટડી બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિલ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.
થર્ડ બી.એસ.સીના લાસ્ટ સેમેસ્ટરની ફાઈનલ પ્રેક્ટિકલ પરીક્ષા દરમ્યાન સોશ્યલ ડિસ્ટનસીસની જાળવણીના હેતુ માટે ૨૦-૨૦ વિદ્યાર્થીઓ એક શિફ્ટમાં પ્રવેશ આપી પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી રહી છે.જે બાદ લેબોરેટરીને સેનેટાઈઝ કરી દેવાયા બાદ જ અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
ભરૂચની જે પી કોલેજમાં હાલ ૩૫૩ વિદ્યાર્થીઓ આ પ્રેક્ટિકલ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે.જે ૧૩ મી જાન્યુઆરી સુધી પ્રાયોગિક પરીક્ષા કાર્યરત રહેશે તેમ કેમીસ્ટ્રી વિભાગના હેડ ડૉ.એમ.પી.પીરઝાદાએ જણાવ્યું હતું. આમ કોરોના સંક્રમણના કારણે શૈક્ષણિક કાર્ય બંધ હતું અથવા માત્ર ઓનલાઈન ચાલતું હતું જે હવે પ્રેક્ટિકલ પરીક્ષા સાથે સામાન્ય થવા તરફ ડગ માંડી રહ્યું છે.ત્યારે સતર્કતા સાથે શૈક્ષણિક ગતિવિધિ લય પકડે તે જરૂરી છે.