જો બાઈડનના રાષ્ટ્રપતિ બનવા પર યુએસ કોંગ્રેસે મારી મહોર, 20 જાન્યુઆરીએ લેશે શપથ
વૉશિંગ્ટન,અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને લઈને જારી રાજકીય ખેંચતાણ વચ્ચે અમેરિકી કોંગ્રેસે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડનની જીત પર બંધારણીય મહોર લગાવી દીધી છે. કોંગ્રેસે ઈલેક્ટ્રૉલ કોલેજ કાઉન્ટિંગમાં જો બાઈડનને વિજેતા જાહેર કરી દીધા છે. સાથે જ કમલા હેરિસને પણ ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિજેતા જાહેર કર્યા છે. ત્યાં ઉપરાષ્ટ્રપતિ પેંસે કહ્યુ કે હવે તમામને પોતાના કામ પર પાછા લાગી જવુ જોઈએ.
માઈક પેંસે એલાન કર્યુ કે 20 જાન્યુઆરીએ જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સાથે જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની જશે. બાઈડનની જીત પર લાગેલી મહોર 270 ચૂંટણી મતોના પ્રમાણિત થયા બાદ ઈસેક્ટોરલ કોલેજમાં જો બાઈડનની જીતની પુષ્ટિ થઈ છે. હવે જો બાઈડન સંયુક્ત રાજ્ય અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ હશે. માઈક પેંસે એલાન કર્યુ કે 20 જાન્યુઆરીએ જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અગાઉ સીનેટ અને કોંગ્રેસે જ્યોર્જિયા, પેન્સિલ્વેનિયા, નેવાડા અને એરિજોના સાથે જોડાયેલા રિપબ્લિકન નેતાઓની કાઉન્ટિંગ રોકવા સાથે સંબંધિત પ્રસ્તાવોને ફગાવી દીધા હતા. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ હિલ બિલ્ડીંગમાં ઘૂસીને વોટિંગની પ્રક્રિયાને રોકવા માટે હિંસા કરી હતી. આ હિંસામાં ચાર લોકોના માર્યા જવાના સમાચાર છે.
યુએસ કેપિટલ હિલમાં થયેલી હિંસામાં એક મહિલા સહિત ચાર લોકોની મોત થયુ છે. લગભગ 72 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. ટ્રમ્પ સમર્થકો અને પોલીસની વચ્ચે હિંસક ઝડપ બાદ પરિસરને બંધ કરી દેવાયા. કેપિટલની અંદર એલાન કરી દેવાયુ કે બાહરી સુરક્ષા જોખમના કારણે કોઈ વ્યક્તિ કેપિટોલ હિલ પરિસરથી બહાર કે તેની અંદર જઈ શકતા નથી.