વડા પ્રધાન મોદીએ ડબલ ડેકર માલગાડીને હરી ઝંડી દેખાડી
નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પહેલવહેલી ડબલ ડેકર માલગાડીને હરી ઝંડી દેખાડી હતી. વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરીડૉર (WDFC) તરીકે ઓળખાવાયેલી રેવારી-મદાર ખંડની આ ડબલ ડેકર ગૂડ્સ ટ્રેનને વડા પ્રધાન વિકાસના પ્રતીક તરીકે ગણાવી હતી.
આ માલગા઼ડી કદમાં દોઢ કિલોમીટર લાંબી છે અને એ બબ્બે કન્ટેનર લઇ જઇ શકે એવી છે. એટલે એને ડબલ ડેકર ગૂડ્ઝ ટ્રેન તરીકે વર્ણવાઇ હતી. વડા પ્રધાને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરતાં કહ્યું હતું કે છેલ્લા થોડા સમયમાં એવાં કાર્યો થયાં છે જે દેશમાં વિકાસને ગતિ આપી રહ્યા હતા. આપણે અટકવાના નથી, વિકાસની દિશામાં આગેકૂચ ચાલુ રહેશે.
નવા વર્ષના આરંભ સાથે આપણે આત્મનિર્ભર ભારતના વિકાસને ઝડપી બનાવવાની દિશામાં કામ કરી રહ્યા હતા. આજે દરેક ભારતીયનો એક જ નારો છે, ન તો અમે રોકાઇશું કે ન તો અમે થાકીશું.
તેમણે કહ્યું કે હવે દેશમાં માલગાડીની સ્પીડ પણ વધારવામાં આવી રહી હતી. અગાઉ માલગાડીઓ કલાકના 25થી 30 કિલોમીટરની ઝડપે દોડતી હતી. હવે કલાકના 90 કિલોમીટરની ઝડપે દોડતી થઇ હતી.
તેમણે ઉમેર્યું કે આ કોરિડોર ફક્ત આધુનિક માલગાડીઓ માટેનો રુટ નથી, દેશના ઝડપી વિકાસરનો કોરિડોર પણ છે. આ કોરિડોરથી હરિયાણા અને રાજસ્થાનના ડઝનબંધ જિલ્લામાં ધમધમી રહેલા સ્થાનિક ઉ્દ્યોગોને બેસુમાર લાભ થશે.
વડા પ્રધાને કહ્યું કે દેશના યુવાનોને આગળ ધપવા માટે વીજળી-પાણી-ઇન્ટરનેટ-પાકી સડકો-ઘર વગેરે સુવિધાઓ અપાઇ રહી હતી. હવે ફ્રેટ કોરિડોરની જેમ ઇકોનોમિક અને ડિફેન્સ કોરિડોર પણ શરૂ કરાશે.
વડા પ્રધાને અગાઉના અને હાલના રેલવે પ્રવાસ વિશે બોલતાં કહ્યું કે અગાઇઉ રેલવે પ્રવાસ થોડો તકલીફ ભર્યો રહેતો હતો. પરંતુ હવે બુકિંગથી માંડીને ટ્રેનની આંતરિક સફાઇ, ટ્રેનની ઝડપ અને પ્રવાસીઓની સુવિધાઓ પર ફોકસ કરાઇ રહ્યું હતું.
છેલ્લાં છ વર્ષમાં નવી રેલવે લાઇન, લાઇનોનું વિસ્તૃતિકરણ, રેલ માર્ગનું વીજળીકરણ વગેરે બાબતોમાં માતબર મૂડી રોકાણ કરાયું હતું. નજીકના ભવિષ્યમાં ઇશાન ભારતની દરેક રાજધાની પણ રેલવે સાથે જોડાઇ જશે