દેશવિદેશ ‘મમ્મી-પપ્પા મને માફ કરજો, હું ત્રણ વર્ષમાં પાગલ થઈ ગયો છું’, PUBG બંધ થતાં એન્જીનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત
ઇન્દોરઃ PUBG બંધ થવાથી ડિપ્રેશનમાં આવી ગયેલા એન્જીનિયરિંગના વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી પાસેથી સૂસાઈડ નોટ પણ મળી હતી. જેમાં લખ્યું હતું. મમ્મી અને પપ્પા મને માફ કરજો. હું ત્રણ વર્ષમાં પાગલ થઈ ગયો છું. મે પોતાની જાતને નફરત કરવાનું શરું કર્યું છે. આ ઘટના ઇન્દોરના સિંધી કોલોનીના બોય હોસ્ટેલમાં મંગળવારે ઘટી હતી. વિદ્યાર્થીનો આજે ગુરુવારે સિંગરોલીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સિંધી કોલોનીમાં બોય હોસ્ટેલમાં રહેનારા 21 વર્ષીય એન્જિનિયરિંગનો વિદ્યાર્થી વિકાસ તિવારીએ મંગળવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. તે સિંગરોલીના છિતરંગીના રહેનારો હતો. તેમના પિતા ધર્મરાજ તિવારી પ્રિન્સિપલ છે. તેમણે ઇન્દોરની એક પ્રખ્યાત કોચિંગ એકેડમીમાં તેનું એડમિશન કરાવ્યું હતું.
પોલીસને એક સૂસાઈડ નોટ પણ મળી હતી. જેમાં લખ્યું હતું કે મમ્મુ અને પ્પા મને માફ કરી દો. હું તૂટી ચૂક્યો છું. હું નથી જાણતો કે મારે શું કરવું જોઈએ. તમે ત્રણેયને મારા ખૂબ ખૂબ પ્રેમ. ત્રણ વર્ષમાં હું પાગલ થઈ ચૂક્યો છું.
મેં પોતાને નફરત કરવાનું શરું કરી દીધું છે. હું જાણું છું કે આ તમારા માટે ખૂબ જ દુઃખદાયી રહેશે. તમારે આગળ વધવું જ પડશે. પરંતુ મારી જેમ નહીં. તમે પોતાને મજબૂત બનાજો. હું લખી રહ્યો છું પરંતુ મારા હાથ ધ્રૂજી રહ્યા છે. હું જાણું છું કે તમે નહીં વાંચી શકો પરંતુ કોઈના કોઈ તમારા માટે વાંચશે. હું એકવાર ફરીથી તમારી માંફી માંગુ છું. ગુડ બાય.