ભારતમાં 2050 સુધી 3 ગણી વધી જશે વૃદ્ધોની વસ્તી
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં વર્ષ 2050 સુધી વૃદ્ધોની સંખ્યા 31 કરોડથી વધુ થઇ જશે. દેશમાં વૃદ્ધોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. અત્યારની સરખામણીએ 2050માં આ સંખ્યા અંદાજે ત્રણ ગણી થઇ જશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક સર્વે મુજબ 2011માં થયેલી વસ્તીગણતરીના આધાર બનાવવામાં આવે તો 2050માં દેશમાં 31 કરોડથી વધુ વૃદ્ધ હશે. 2011ની વસ્તીગણતરી મુજબ દેશમાં અંદાજે 10 કરોડ લોકોની સંખ્યા 60 વર્ષથી વધુ છે. દર વર્ષે આ સંખ્યા અંદાજે 3 ટકા સુધી વધી રહી છે. India Elderly Population
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન મુજબ આ પ્રકારનો અત્યાર સુધીનો સૌથી મોટો સર્વે છે. ભવિષ્યમાં સ્વાસ્થ્ય ચિંતાઓને જોતા આ ખૂબ ફાયદાકારક હશે, જેથી નીતિઓમાં ફેરફાર કરી શકાય.
આ રિપોર્ટ મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના અંદાજે 55 ટકા લોકો ભારતમાં કોઇ અન્ય બિમારી સામે સંઘર્ષ કરી રહ્યા છે. તેમાં પણ અંદાજે 40 ટકા લોકોમાં કોઇ એક પ્રકારની અપંગતા છે, જ્યારે 20 ટકા લોકોમાં માનસિક તણાવ અથવા બિમારી જેવા લક્ષણ છે. India Elderly Population
રિપોર્ટની માનવામાં આવે તો, જે 55 ટકા વૃદ્ધ કોઇ અન્ય બિમારી સામે સંઘર્ષ કરી રહ્યા છે, તેમાંથી 90 ટકાની સ્થિતિ એવી છે, જેમની ઘરે સારવાર સંભવ છે. પરંતુ જ્યારે 10 ટકા લોકો એવા છે, જેમને તાત્કાલિક કોઇ મોટી પ્રોફેશનલ મદદની જરૂર છે. India Elderly Population
સ્વાસ્થ્ય વિભાગના વડપણ હેઠળના રિપોર્ટે IIPS, હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિશ હેલ્થ, યૂનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયા વગેરેએ તૈયાર કર્યો છે. ભવિષ્ય માટે નીતિઓ તૈયાર કરવાના હિસાબથી આ પ્રકારનો અભ્યાસ કરાયો છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે દેશના તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશમાં સર્વે કરાયો, જેમાં 70થી વધુ લોકોએ ભાગ લીધો.