કોરોના વેક્સિન માટે નહી પડે ઈંજેક્શનની જરૂર, ભારત બનાવી રહ્યું છે નેઝલ સ્પ્રે
નવી દિલ્હી, ભારતને કોરોના વેક્સિન મામલે જલ્દી જ એક સારા સમાચાર મળવાના છે. ભારત બાયોટેક દેશમાં જલ્દી જ નેઝલ વેક્સિનની ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યું છે. નાગપુરમાં આ વેક્સિનના પહેલા અને બીજા ફેઝનું ટ્રાયલ કરવમાં આવશે. નેઝલ વેક્સિનને નાક મારફતે આપવામાં આવશે. જ્યારે અત્યાર સુધી ભારતમાં જે બે વેક્સિનને મંજુરી મળી છે તે હાથ પર ઈંજેક્શન લગાવીને આપવામાં આવે છે.
ભારત બાયોટેકના ડૉ. કૃષ્ણા ઈલ્લા પ્રમાણે તેમની કંપનીએ વોશિંગ્ટન યૂનિવર્સિટીની સાથે એગ્રિમેન્ટ કર્યો છે. આ નેઝલ વેક્સિનમાં બેની જગ્યાએ માત્ર એક જ ડોઝ આપવાની જરૂર પડશે. રિસર્ચમાં આ ખુબ સારો વિકલ્પ હોવાનું સામે આવ્યું છે.
ડૉ. ચંદ્રશેખર પ્રમાણે આગામી બે સપ્તાહમાં નેઝલ વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. એ માટે અમારી પાસે પુરતા પુરાવા છે કે નાકથી આપવામાં આવતી વેક્સિન ઈન્જેક્શનવાળી વેક્સિની સારી છે. ભારત બાયોટેક જલ્દી જ આ ટ્રાયલને લઈને DCGI સામે પ્રપોઝલ રાખશે.
જાણકારી પ્રમાણે ભુવનેશ્વર-પુણે-નાગપુર-હૈદરાબાદમાં પણ આ વેક્સિનનું ટ્રાયલ થશે જ્યાં 18 થી 65 વર્ષના લગભગ 40-45 વોલેંટિયર્સની પસંદગી કરવામાં આવશે. ભારત બાયટેક હજુ પણ બે ઈન્ટ્રા-નેસલ વેક્સિન પર કામ કરી રહ્યું છે. બંન્ને વેક્સિન અમેરીકાની છે.
તજજ્ઞોનું માનવું છે કે જો આ રીતની વેક્સિનને મંજુરી મળે છે તો કોરોના સામે લડતમાં આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે કારણ કે ઈંજેક્શન લગાવવામાં આવે તો તેનાથી માણસના માત્ર નિચલા લંગ જ સુરક્ષિત થઈ શકે છે. પરંતુ નાક દ્વારા વેક્સિન આપવામાં આવે તો તેનાથી ઉપરનું અને નિચવું બંન્ને લંગ સેફ થવાની શક્યતા છે.