મૃતકના ખાતામાંથી પૈસા ઉપાડવા લોકો મૃતદેહ બેન્કમાં લઈ ગયા
પટણા, બિહારની રાજધાની પટણામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના અંગે તમે વાંચીને અચરજ પામી જશો. જી હા અહીંની બેન્કમાં પૈસા નીકાળવા એક મડદું પહોંચી ગયું, તેને જાેતા જ અધિકારીઓને પરસેવો છૂટી ગયો. કોઇને પણ સાંભળીને વાર્તા ડરામણી લાગશે પરંતુ આ ચોંકાવનારી ઘટના બની છે તે સત્ય હકીકત છે.
આખી ઘટના રાજધાની પટણાના શાહજહાંપુર વિસ્તારની છે. અહીં સિગરિયાવાં ગામની પાસે કેનરા બેન્કમાં એ સમયે અફડાતફડી મચી ગઇ જ્યારે અર્થી પર સૂવાડેલા શખ્સના એકાઉન્ટમાંથી પૈસા નીકાળવા માટે કહેવામાં આવ્યું. કહેવાય છે કે સિગરિયાવાં ગામના ૫૫ વર્ષના મહેશ યાદવનું ૫મી જાન્યુઆરીના રોજ મૃત્યુ થયું.
મહેશના અંતિમ સંસ્કાર કરાવાના હતા પરંતુ તેના માટે કોઇની પણ પાસે પૈસા નહોતા. એવામાં ગામવાળા બેન્ક પહોંચ્યા અને ત્યાં જઇને મહેશના ખાતામાં જમા પૈસા આપવાની માંગણી કરવા લાગ્યા. પરંતુ બેન્કના અધિકારીઓએ આપવાની ચોખ્ખી ના પાડી દીધી.
કેનરા બેન્કના અધિકારીઓની સામે નિયમ-કાયદાનો પેચ ફસાતો હતો. એવામાં જ્યારે બેન્કમાંથી પૈસા ઉપડી ના શકયા તો ગામવાળા મહેશ યાદવની અર્થી લઇને બેન્ક પહોંચી ગયા. ત્યારબાદ તો આખી બેન્કમાં ઉહાપોહ મચી ગયો. કહેવાય છે કે લગભગ ત્રણ કલાક સુધી મહેશભાઇનો મૃતદેહ બેન્કમાં જ પડી રહ્યો. આખરે મામલાને શાંત કરવા માટે મેનેજરે પોતાની તરફથી ૧૦૦૦૦ રૂપિયા આપ્યા અને જેમ-તેમ કરીને લોકોને સમજાવીને અંતિમ સંસ્કાર માટે મોકલી દીધા.
મૃતક મહેશ યાદવના લગ્ન થયા નહોતા. ખબર પડી કે તેના લીધે જ્યારે તેણે બેન્કમાં પોતાનું ખાતું ખોલાવ્યું તો કોઇનું પણ નામ નૉમિનીમાં રાખ્યું નહીં. કહેવાય છે કે તેમના ખાતામાં એક લાખ રૂપિયાથી વધુની રકમ જમા છે. બેન્ક અધિકારીઓના મતે બે વખત માહિતી આપવા છતાંય મહેશે પોતાનું કેવાયસી અપડેટ કરાવ્યું નહોતું, તેના લીધે મેનેજરે પૈસા આપવાની ના પાડી દીધી.SSS