સરખેજમાં રેપ કેસમાં નિર્દોષ છૂટેલા યુવાન પર યુવતીનાં ભાઈ-પિતાનો હુમલો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતાં એક વિસ્તારમાંએક વર્ષ અગાઉ યુવતીએ બળાત્કારની ફરીયાદ નોધાવ્યા બાદ કેસ ચાલી જતાં યુવાન નિર્દોષ છુટી ગયો હતો. જા કે તે અંગેની અદાવત રાખી પાડોશમાં જ રહેતાં યુવક અને તેનાં પરીવાર સાથે અવારનવાર યુવતીનાં પરીવારને બબાલો થતી હતી.
ગઈકાલે સવારે પણ રોજનાં ક્રમમુજબ યુવાન ઘરેથી નોકરીએ નીકળ્યો ત્યારે આ જ બાબતની અદાવત રાખી યુવતીના પિતા અને ભાઈએ છડેચોક તેની ઉપર ચપ્પા વડે હુમલો કરી દેતાં યુવાન લોહીલુહાણ થઈને જાહેરમાં જ ઢળી પડયો હતો. બાદમાં તેને હોસ્પીટલમાંલઈ જવામાં આવ્યો હતો.
જાહેરમાં જ છરીઓના ઘા મારતાં લોકોમાં નાસભાગઃ યુવાન ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ |
ઈસુબભાઈ માવજીભાઈ સિંદવાડા (પ૩) સિલ્વર પાર્ક સરખેજ પોલીસ સ્ટેશન સામે જ રહે છે. અને વેલ્ડીગનું કામ કરી ગુજરાન ચલાવે છે. ઈસબુભાઈને ત્રણ છોકરી અને બે છોકરાઓ છે. તેમાં મોટો દીકરો ર૯ વર્ષીય ગુલામહુસેન પોતાની પત્ની અને બાળકો સાથે ઈસુબભાઈ સાથે જ રહે છે. અને વેલ્ડીગનું કામ કરે છે.
આશરે ચાર વર્ષ અગાઉ ઈસુબભાઈની પાડોશમાં જ રહેતાં ભીખાભાઈ સંઘરીયાની દીકરીએ ગુલામહુસેન વિરૂધ્ધ બળાત્કારની ફરીયાદ નોધાવી હીત. જેનો કેસ મિઝાપુર ગ્રામ્ય કોર્ટમાં ચાલ્યા બાદ એક વર્ષ અગાઉ ગુલામહુસે નિર્દોષ છુટી ગયો હતો. જા કે એ વાતની અદાવત રાખીને ભીખાભાઈ તથા તેમનો દીકરો ઉસ્માનગની ઉર્ફે ફકો ઈસુબભાઈનાં દીકરા તથા પરીવારના અન્ય સભ્યોને ગાળાગાળી કરે પરેશન કરતા હતા તથા છાશવારે ઝઘડતાં રહેતા હતા.
ગઈકાલે સવારે ઈસુબભાઈ અને તેમનો પરીવાર ઘરમાં હતો તથા ગુલામહુસેન મજુરી કરવા ગયો હતો. થોડીવાર બાદ તેમની સોસાયટીમાં બુમાબુમ થતાં ઈસુબભાઈ તથા તેમનો પરીવાર ચોકી ઉઠયો હતો. અને ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારે તેમની પાડોશમાં જ રહેતી એક મહીલાઓએ ગુલામ હુસેનને ભીખાભાઈ તથા ફકાએ છરીઓ મારી હોવાનું જણાવ્યું હતું.
જેથી ઈસુબભાઈ અને તેમના પરીવારજનો બહાર દોડી જતાં સોસાયટીનાં નાકે આવેલી અલબિલાલ કિરાણા સ્ટોર સામે ગુલામહુસેન લોહીલુહાણ હાલતમાં રસ્તામાં પડયો હતો. જેનાં માથા અને પેટનાં ભાગેથી લોહી નીકળી રહયું હતું. તથા હુમલો કરનાર ભીખાભાઈ તથા ફકો બંને બાપ-દીકરા ત્યાં જ ઉભા રહીને છરીઓ બતાવી રહયાં હતા. બપોરે બાર વાગ્યાની આસપાસ બનેલાં આ બનાવને પગલે સોસાયટીમાં નાસભાગ મચી ગઈ હતી. દરમ્યાન ઈસુબભાઈ લોહીના ખાબોચીયામાં પડેલા પુત્ર ગુલામહુસેનને લઈ નજીકની હોસ્પીટલ ખાતે પહોંચ્યા હતા.
નજરે જાનાર વ્યકિતએ ઈસુબભાઈને જણાવ્યું હતું કે ગુલામહુસેન ચાલતો આવતો હતો એ જ સમયે પાછળથી વાહન ઉપર આવેલાં ભીખાભાઈએ છરી તેનાં કપાળ પર મારી દીધી હતી. જયારે ફકાએ તેનાં પેટમાં ઘા માર્યો હતો. આ દૃશ્ય જાઈ બુમાબુમ કરતાં લોકો એકત્ર થઈ ગયા હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ ગુલામહુસેન ખૂબ જ ગંભીર હાલતમાં ડોકટરની દેખરેખ હેઠળ છે.
જયારે ઈસુબભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસ પણ એકશનમાં આવી હતી અને હુમલાખોર બાપ દીકરાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને ગણતરીનાં સમયમાં જ હુમલાખોર બાપ-દીકરાને પણ ઝડપી લેવાયા હતા. સરખેજ પોલીસ આ અંગે ઝીણવટપૂર્વકની તપાસ ચલાવી રહી છે.