Western Times News

Gujarati News

લખનઉમાં ગેંગસ્ટર અજીત સિંહની ગોળી મારીને હત્યા

લખનઉ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બુધવારે રાત્રે ગેંગસ્ટર અજીત સિંહની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. અજીત આઝમગઢના પૂર્વ ધારાસભ્ય સીપૂ સિંહ હત્યાકાંડનો સાક્ષી હતો અને હંમેશા બુલેટ પ્રૂફ ગાડીમાં જ જતો હતો. હવે પોલીસ હત્યાને ગેંગવોર સાથે જાેડીને જાેઇ રહી છે.

લખનઉના વિભૂતિ ખંડ પોલીસ મથકના કઠૌતા ચોક પર ગેંગવોરમાં અજીત સિંહ હત્યાકાંડમાં પોલીસની શંકાની સોંઇ હવે અજીતના સૌથી ખાસ મોહર સિંહ અને અજીતની ગર્લફ્રેંડ પર છે. જે ઘટનાના સમયે અજીત સિંહ સાથે ગાડીમાં હતા. પોલીસના અનુસાર છોકરીને કસ્ટડીમાં લઇ લેવામાં આવી છે અને મોબાઇલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે ગોળીબારી વખતે અજીતની મહિલા મિત્ર ગાડીમાં જ હતી, પરંતુ તે પછી ભાગે ગઇ. લખનઉ ક્રાઇમ બ્રાંચની ટીમ અજીત સિંહની ગર્લફ્રેંડ અને મોહર સિંહ સાથે પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધી તપાસમાં ખબર પડી છે કે અજીત સિંહ પોતાની ગર્લફ્રેંડ અને મોહર સિંહની સાથે ભોજન માટે દયાળ પૈરાડાઇઝ ચોક તરફ જઇ રહી રહી હતી,

પરંતુ અચાનક રસ્તામાં અજીતે કહ્યું કે પહેલાં કઠૌતા ચોકથી હુક્કો ખરીદી લઇએ અને પછી ભોજન કરવા જઇશું. કઠૌતા ચોક જવાની વાત ફક્ત ત્રણ લોકોને ખબર હતી, પરંતુ જેવા જ અજીત સિંહ કઠૌતા ચોક પર પહોંચ્યા, ત્યાં પહેલાંથી જ ઘાત લગાવીને બેઠેલા ત્રણ શૂટરોએ અજીત પર તાબડતોડ ફાયરિંગ કર્યું. અજીતને લગભગ ૮ ગોલીઓ વાગી અને મોહર સિંહના પગમાં ગોળી વાગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.