Western Times News

Gujarati News

ત્રીજી વખત નિકાહ બાદ પણ પત્ની પર ત્રાસ ગુજારતા પતિ વિરુધ્ધ ફરિયાદ

Files Photo

જુહાપુરામાં રહેતી ૩૭ વર્ષીય યુવતીનો પતિ એક આઈટી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ ૨૦૧૭માં આ યુવતીના લગ્ન થયા હતાં. આ યુવતીના બીજા લગ્ન અને તેના પતિના આ ત્રીજા લગ્ન હતા.

અમદાવાદ: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ નોકરી કરવાનું પતિ સાથે નક્કી કર્યું હોવા છતાંય પતિ નોકરી કરવાની ના પાડતો હતો. આ પતિએ તેની પત્નીને જીન્સ પહેરવાની પણ ના પાડી.

જીન્સ પહેરતી છોકરીઓ ફાટેલી હોય તેમ કહેતો હતો.આ યુવતીનો પતિ એટલો જુનવાણી હતો કે તેને પિયરમાં પણ જવા ન દેતો અને કોઈ સામાજિક પ્રસંગમાં પણ જવાની ના પાડતો હતો. પતિ તો ઠીક પણ યુવતીના સસરાએ પણ ત્રાસ આપવાનું બાકી ન રાખી પુત્રવધૂને કહેતા કે આ પુરુષપ્રધાન દેશ હોવાથી તેનો પુત્ર રાખે તેમ રહેવાનું.

આખરે કંટાળીને આ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે. જુહાપુરામાં રહેતી ૩૭ વર્ષીય યુવતીનો પતિ એક આઈટી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ ૨૦૧૭માં આ યુવતીના લગ્ન થયા હતાં. આ યુવતીના બીજા લગ્ન અને તેના પતિના આ ત્રીજા લગ્ન હતા.

લગ્ન પહેલા આ યુવતી એલિસબ્રિજ ખાતે નોકરી કરતી હતી. ત્યારે લગ્ન બાદ પણ નોકરી કરશે અને અલગ રહેશે તેવી સમજૂતી બને વચ્ચે થઈ હતી. થોડા સમય બાદ યુવતીના પિતાએ એક ફ્લેટ બને પતિ પત્નીને રહેવા માટે આપ્યો હતો. જાેકે બાદમાં યુવતીના પતિએ આ ફ્લેટમાં અલગ રહેવાની મનાઈ કરી હતી અને જણાવ્યું કે તેના સસરાએ માત્ર ફ્લેટ રહેવા માટે આપ્યો છે.

તેના નામે કરી નથી આપ્યો અને આ ફ્લેટમાં રહેવાની શરત હોવાથી તે અહીં રહેતો હતો. લગ્ન બાદ પતિએ આ યુવતીને કહ્યું કે પિયર સાથે સબંધ રાખવાના નહિ અને જીન્સ પહેરવાનું પણ નહિં, જીન્સ પહેરતી છોકરીઓ ફાટેલી હોય. આ યુવતીને તેના પિયર કે કોઈ પ્રસંગમાં પણ જવાની મનાઈ તેનો પતિ કરતો હતો.

કોઈની સાથે જવાનું પણ નહિ તેવું કહી યુવતીનો પતિ ધમકી આપતો કે તલાક આપી પિતાના ઘરે બેસાડી દઈ પોતે ચોથા લગ્ન કરી લેશે. પતિની સાથે સાથે સાસરિયાઓ એ પણ ત્રાસ ગુજારવાનું શરૂ કરી સંતાન નથી થતું કોઈ ખામી છે કે શું તેમ કહેતા હતાં. આ યુવતીના સસરાએ તેને કહેતા કે આ પુરુષપ્રધાન દેશ છે

જેથી મારો પુત્ર રાખે તેમ રહેવાનું”. આ યુવતીના બનેવીનું કોરોના ના કારણે મૃત્યુ થતા તે પિયરમાં ગઈ બાદમાં પતિ તેને લેવા પણ ગયો ન હતો. આટલું જ નહીં યુવતીનો પતિ ઓફિસના લોકો સાથે વાત કરતો તો ફોન પર તેઓની અંગત વાતો પણ કરતો હતો. જેથી યુવતીએ આ વાતો લોકોને કહેવાની ના પાડતા તેની સાથે ઝગડો કરી તેને માર મારતા આખરે યુવતીએ સરખેજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.