ઉત્તરાયણનો તહેવાર ઉજવવા માટે હાઈકોર્ટે આપી મંજૂરી: સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી
અમદાવાદ,થોડાં દિવસો અગાઉ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણનો તહેવાર ન ઉજવવા માટે પીટીશન કરવામાં આવી હતી. ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જાેડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોએસિએશને હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.
તેમની માગણી હતી કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. તેથી હાઇકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જાેઇએ. આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી. અને ઉત્તરાયણનો તહેવાર સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવવા માટે છૂટ આપી છે.
સરકારે રજૂ કરેલી માર્ગદર્શિકાને આ 8 પોઈન્ટમાં સમજો
ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં.
પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં.
ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં.
જો નિયમોનું ઉલ્લંઘન થયું તો ચેરમેન-સેક્રેટરી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
રાયપુર ટંકશાળ અને નરોડા જેવા પતંગ બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.
કોઈપણ સોસાયટીના ધાબે બહારના વ્યક્તિઓને પ્રવેશ પર રોક લગાવવામાં આવશે.