શામળાજી મંદીર પરિસરમાં આવેલી વાવ જોવા જતા મહિલાનો પગ લપસતાં વાવમાં ખાબકી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે શામળાજી મંદિર પરિસરમાં આવેલી કલાત્મક વાવ પણ ભક્તોના મન મોહી લે છે ત્યારે ભરૂચથી દર્શનાર્થે આવેલ પરીવારની મહિલા અને યુવતી વાવ જોવા જતા મહિલાએ વાવના કઠેરાની અંદર આવેલ પથ્થર પર પગ મુકવા જતા પગ લપસતાં મહિલા ધડામ લઈ વાવમાં ખાબકતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહીના ફુવારા ઉડ્યા હતા
મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાના પગલે મહિલાના પરિવારજનો અને ભક્તોમાં શોકનો માહોલ છવાયો હતો શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી લોકોના જણાવ્યા અનુસાર ફોટા પડાવવા જતા મોત ભેટ્યું હતું
ભરૂચની વાસુદેવ સોસાયટીમાં રહેતા અને વકીલ દક્ષેશ મગનલાલ રાંદેરિયા પરિવાર સાથે શામળાજી મંદિરના દર્શનાર્થે આવ્યા હતા સહપરિવાર મંદિરમાં દર્શન કર્યા બાદ તેમના પત્ની શિલ્પાબેન રાંદેરિયા પરિવારની યુવતી સાથે મંદિર પરિસરમાં આવેલ વાવ જોવા પહોંચ્યા હતા.
મહીલા વાવની અંદર કઠેરાની નીચે આવેલ પથ્થર પર પગ મૂકી અંદર જોવે તે પહેલા ચક્કર આવતા પગ લપસી જતા ઉંડી વાવમાં ખાબકતા સાથે રહેલી યુવતિ હતભ્રત બની બુમાબુમ કરી મુકતા પરિવારજનો અને ભક્તો વાવમાં દોડી ગયા હતા
અને વાવમાં ખાબકેલા મહિલાનું માથાના ભાગે ગંભીર ઇજાના પગલે મોતને ભેટતા પરિવારજનોએ રોકોકોક્ક્ળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી મંદિર પરિસરમાં શોકની લાગણી છવાઈ હતી.
વાવ ખુલ્લી હોવાથી અકસ્માતની ઘટનામાં મહિલાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી