કોરોના : ડ્રાઇ રન પહેલા દિલ્હી પહોંચી કોવિશીલ્ડની પ્રથમ ખેપ
નવી દિલ્હી : દેશભરમાં કોરોના વેક્સિનેશનની તૈયારીઓ વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડનો પ્રથમ ખેપ દિલ્હી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડને ભારતમાં સશર્ત ઇમરજન્સી યૂઝની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિવાય ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનને પણ ઇમરજન્સી મંજૂરી મળી છે. આ વેક્સીન ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને તૈયાર કરી છે.
અધિકારીઓના મતે ફ્લાઇટ નંબર AI-850માં પૂણેથી દિલ્હી કોવિશીલ્ડનો પ્રથમ ખેપ પહોંચ્યો છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેક્સીન ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે. તેને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં સ્ટોર કરીને રાખવાની છે. તેને સામાન્ય ફ્રીઝરમાં પણ રાખવામાં આવી શકે છે. ભારત જેવા દેશ માટે આ મોટી ખાસિયત અને રાહત માનવામાં આવે છે.
નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના હેડ ડૉ. વિનોદ પોલે કેટલાક દિવસો પહેલા ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોવિડ ટિકાકરણ માટે સરકાર, ઇન્ડસ્ટ્રી અને અન્ય સ્ટેહોલ્ડર્સ એક સાથે મળીને ટીમની જેમ કામ કરી રહ્યા છે. પહેલા ફેઝમાં દેશમા 30 કરોડ લોકોને ટિકાકરણ કરવામાં આવશે. તેમની પ્રાથમિકતાના આધારે પસંદગી કરી છે.