Western Times News

Gujarati News

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહભાઈ સોલંકીનું નિધન

અમદાવાદ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઈન્દીરા ગાંધીના સૌથી નિકટના માધવસિંહભાઈ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી છે. માધવસિંહભાઈના અવસાનથી રાજકીય ક્ષેત્રે ખાલીપો સર્જાયો છે.  વડાપ્રધાન મોદી, સોનિયા ગાંધી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. A leader known for inclusive development, four-time CM of Gujarat & former Cabinet Minister, Shri Madhavsinh Solanki’s compassion towards citizens & passion for their prosperity will inspire generations to come.

ગુજરાતમાં કોંગ્રેસને સત્તાસ્થાને લાવનાર અને કોંગ્રેસના પીઢ નેતા ગણાતાં માધવસિંહ સોલંકીએ ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ 149 વિધાનસભાની બેઠકો જીતવાનો રેકોર્ડ છે. 1980માં ખામ થિયરી માટે જાણીતા હતા. માધવસિંહ સોલંકી ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા અને ત્યારે તેમણે સૌથી વધુ બેઠકો જીતી હતી.

તા. 30 જૂલાઈ 1927ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમના અવસાનના સમાચારથી રાજકીય નેતાઓ તથા તેમના ટેકેદારો શોકમગ્ન બની ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોકની લાગણી વ્યકત કરી છે અને આજના તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે અને મંત્રી મંડળની બેઠક બોલાવી માધવસિંહભાઈને શ્રધ્ધાંજલી આપતો ઠરાવ પસાર કરે તેવું જાણવા મળી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.