સુરતના અડાજણની મહિલા બેંક કર્મચારી ગુમ થઇ જતાં રહસ્ય ઘેરાયું
પોલીસને ગુમ યુવતીનો મોબાઇલ ફોન અને એક ચિઠ્ઠી મળી આવ્યા છે જેના કારણે ઘટનાનું રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે
સુરત, સુરત શહેરની નેશનલાઇઝ્ડ બેંકની એક કર્મચારી લાપતા બનતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને ગુમ યુવતીનો મોબાઇલ ફોન અને એક ચિઠ્ઠી મળી આવ્યા છે જેના કારણે ઘટનાનું રહસ્યું ઘૂંટાઇ રહ્યું છે. બનાવની વિગતો એવી છે કે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને શહેરની એક નેશનલાઇઝડ્ બેંકમાં કામ કરતી યુવતી રહસ્યમય સંજાેગોમાં ગુમ થઈ ગઈ હતી.
જાેકે, તે ગુમ થતા તેની નાની બહેને અડાજણ પોલીસમથકમાં જાણ કરી હતી. પોલીસને ૩૧ વર્ષીય રજનીકુમારીનો ફોન તેના ઘરેથી મળી આવ્યો હતો. આ ફોન સાથે એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. લાપતા યુવતીની બહેને જણાવ્યા મુજબ રજનીકુમારી નિત્યક્રમ મુજબ ગતરોજ ઘરેથી બેંકે જવા નીકળી હતી. જાેકે, તે નિયતમ સમયે ઘરે ન પહોંચતા બહેને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો.
મુઝે ઢુંઢનેકી કોશિશ મત કરના, ભગવાનને મેરે લિયે દુનિયામાં કોઇ જગહ નહીં બનાઇ ઇસ લિએ દુનિયા છોડ કર જા રહી હું. રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે. લવ યુ, સોરી. આ શબ્દો છે સુરતમાંથી ગુમ થયેલી બેંકર મહિલાની ચિઠ્ઠીના જેના કારણે રહસ્ય ઘેરાયું છે.
દરમિયાનમાં બહેનનો ફોન સ્વીચ ઑફ આવતા તે ચિંતામાં મૂકાઈ હતી અને આખરે તેણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની વિગતોમાં એક મુખ્ય મુદ્દો એવો સામે આવ્યો છે કે લાપતા થયેલી રજનીકુમારીની માર્ચ મહિનામાં ગત વર્ષે સગાઈ થઈ હતી. જાેકે, કોઈ પણ કારણોસર તેનો સંબંધ તૂટી જતા તે માનસિક રીતે તણાવમાં રહેતી હતી. જાેકે, આવા સંજાેગોમાં તેણે ઘર છોડ્યું કે પછી કઈ અઘટિત ઘટનાના એંધાણ છે તે જાણી શકાયું નથી પરંતુ આ યુવતીના લાપતા થતા અડાજણ પોલીસ દોડતી થઈ ગઈ છે.