લુપ્તપ્રાય ડોલ્ફિનની યુવકોએ દંડા વડે માર મારીને હત્યા કરી

પ્રતાપગઢ: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં શારદા નહેરમાં બર્બરતાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં ગ્રામીણોએ એક ડોલ્ફિન ઉપર લાકડીઓથી માર મારીને મારી નાંખી હતી. ત્રણથી ચાર યુવકોએ દંડા વડે તાબડતોબ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી.
ઉલ્લેખનીય છે કે આ ગંગાની ડોલ્ફિન છે જે ખતમ થવાની સીમા ઉપર આવીને ઊભી છે. એટલા માટે આ જીવને લૂપ્તપ્રાય જીવોની શ્રેણીમાં રાખવામાં આવી છે. વન્યજીન કાયદા હેઠળ આ જીવને મારવી ગુનો ગણાય છે. વન વિભાગની ટીમે આરોપીઓ યુવકો સામે ગુનો દાખલ કર્યો છે. જેના પગલે નવાબગંજ પોલીસ અને વન વિભાગની ટીમે વીડિયોના આધારે ત્રણ યુવકોની ધરપકડ કરી છે.
ડોલ્ફિન એક સંસક્ષિત પ્રજાતિ છે. એક ટ્વીટમાં પોલીસે કહ્યું હતું કે ૩૧ ડિસેમ્બરે આ ઘટના બની હતી. ડોલ્ફિનને મારનાર ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણે જેલમાં બંધ છે. વીડિયોમાં જાેઈ સકાય છે એમ કેટલાક યુવકો ડોલ્ફિનને પકડી રહ્યા છે અને ત્રણથી ચાર યુવકો દંડા વડે ડોલ્ફિન ઉપર પ્રહાર કરી રહ્યા છે.
ડોલ્ફિનના શરીર ઉપરથી લોહી વહી રહ્યું છે. વીડિયોમાં અવાજ અવી રહ્યો છે કે કોઈ એક યુવક બોલી રહ્યો છેકે તમે ફાલતુમાં મારી રહ્યા છો. આમ છતાં વિકૃત યુવકો તેને મારવાનું બંધ કર્યું ન હતું. વધારે લોહી વહી રહ્યું છે ત્યારે એક વ્યક્તિ ડોલ્ફિન ઉપર કુહાડી વડે હુમલો કરે છે અને ધારદાર હથિયાર તેના શરીરમાં ગોંપે છે.
આમ યુવકોની બર્બરતા બાદ ડોલ્ફિન લગભગ મૃત થઈ જતી દેખાય છે. વન વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ડોલ્ફિનને કથિત રીતે નહેરના કિનારે મૃત મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઘટના સમયે લોકોની ભીડ પણ હતી. જાેકે, લોકોને આ અંગે પૂછવા જતાં લોકો જવાબ આપવા તૈયાર નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડોલ્ફિનના શરીર ઉપર કુહાડીના ઘા સહતિ અને ઈજાના નિશાન મળ્યા હતા.