નોરાને કાસ્ટિંગ ડિરેક્ટરે ઘરે બોલાવીને બેઇજ્જત કરી હતી

મુંબઈ: મુંબઇઃ નોરા ફતેહી ફક્ત તેની સુંદરતા, શાનદાર ડાન્સ માટે જ નથી જાણીતી. પણ તેનું સુંદર ડ્રેસિંગ સેન્સ તેની ઓળખ છે. બોલિવૂડમાં એન્ટ્રી માટે તેને કેનેડાથી ભારતનો સફર કર્યો. પણ શરૂઆતનાં દિવસોમાં તેણે ઇન્ડસ્ટ્રીમાં ખુબજ ખરાબ દિવસો જાેયા હતાં.
નોરા હાલમાં જ કરીના કપૂરનાં ચેટ શો વ્હોટ વૂમન વોન્ટમાં નજર આવી. જ્યાં તેણે જણાવ્યું કે, શરૂઆતનાં દિવસોમાં એક કાસ્ટિંગ ડિરેક્ટરનાં ખરાબ વર્તનને કારણે તે તેનાં ઘરે પરત જવાની તૈયારીમાં હતી.
નોરા ફતેહીએ શોમાં જણાવ્યું કે, જ્યાં કેનેડાથી ભારત તે તેની ઓળખ બનાવવાં આવી હતી. ત્યાં તે દેશમાં કોઇને ઓળખતી ન હતી. તેનાં શરૂઆતનાં દિવસોમાં તેની મુલાકાત એક કાસ્ટિંગ ડિરેક્ટરથી થઇ હતી. તે મુલાકાતનો અનુભવ તેનો ખરાબ રહ્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું કે, તેણે મને ટેલેન્ટલેસ કહી દીધી હતી.
તેણે કહ્યું હતું કે, તારા જેવાં અહીં ઘણાં બધા લોકો છે. તે મારા પર બૂમો પાડતી હતી. તે મને કહેતી હતી કે, મારામાં હૂનરની કમી છે. અમે તને આ ઇન્ડસ્ટ્રીમાં નથી ઇચ્છતા. જાેકે, નોરાએ તે કાસ્ટિંગ ડિરેક્ટરનું નામ જણાવ્યું ન હતું. નોરા ફતેહીએ વધુમાં કહ્યું કે, તેનાં વહેવારથી હું ઘણી દુખી હતી. અને ખુબ રડી હતી.
તેણે મને તેનાં ઘરે મારા પર ફક્ત ગુસ્સો કરવાં બોલાવી હતી. ત્યારે હું આ દેશમામં ન હતી. તો મને લાગ્યું કે, અહીં બધા આમ જ વહેવાર કરતાં હશે. લોકોને ઘરે બોલાવી તેમનાં ઉપર ગુસ્સે થતા હશે. આપને જણાવી દઇએ કે, ફિલ્મ સત્યમેવ જયતેમાં દિલબર દિલબર સોન્ગથી લોકપ્રિયતા મળી.
જે બાદ તેને સ્ત્રી ફિલ્મનં કમરિયા અને બાટલા હાઉસનું સાકી સાકી જેવાં ઘણાં સુપરહિટ ગીત કર્યા. એટલું જ નહીં નોરાએ ફિલ્મ ભારત અને સ્ટ્રીટ ડાન્સર ૩ડીમાં એક્ટિંગ પણ કરી. હવે તે અજય દેવગણની અપકમિંગ ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં પણ નજર આવશે.