Western Times News

Gujarati News

સબ ઈન્સપેક્ટરના ૬૯૦ પદ પર ભરતી માટે પરીક્ષા

પ્રતિકાત્મક

અમદાવાદ: સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળમાં સહાયક સબ ઇન્સ્પેક્ટરની ૬૯૦ પદ પર ભરતી કરવામાં આવશેે. આ જગ્યાઓ પર વિભાગ ભરતી પ્રક્રિયાની પરીક્ષાનું આયોજન કરશે. ૫ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે. ભરતીમાં ઓપન કેટેગરી માટે ૫૩૬, એસસી કેટેગરી માટે ૧૦૩, એસટી કેટેગરી માટે ૫૧ જગ્યાઓમાં ભરવામાં આવશે.

હેડ કોન્સ્ટેબલ, જી.ડી કોન્સ્ટબલ, ટ્રેડઝમેન અને કોન્સ્ટેબલમાં ૫ વર્ષ સુધી ફરજ બજાવનાર લોકો ભાગ લઈ શકશે. આ હોદા પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક ડિગ્રી હોવી આવશ્યક છે. ૦૧/૦૮/૨૦૨૦ સુધી ઉમેદવારના ૫ વર્ષ પૂર્ણ હોવા જાેઈએ.

ઉમેરવારની૫ વર્ષની ફરજ માં કોઈ પણ એસીઆરએસના પ્રમાણે જ્યાં સુધી નિયુક્ત ના થાય ત્યાં સુધી સારું ચાલચલન હોવું જાેઈએ. ઉમેરવાર તારીખ ૦૧/૦૮/૨૦૨૦ ના પ્રમાણે ૩૫ વર્ષ સુધી માન્ય ગણાશે. ૦૨/૦૮/૧૯૮૫ ની પહેલા જન્મ ના થયો હોય તેવા ઉમેરવારો ફોર્મ ભરી શકશે. ૫ વર્ષ સુધી છૂટ એસસી અને એસટી ઉમેદવારને અપાશે.

ઓબીસીના ઉમેદવાર માટે કોઈ જગ્યા ના હોવાથી તેઓ ઓપન કેટેગરી માં અરજી કરી શકશે. ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક ધોરણ પરીક્ષણ, શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને તબીબી પરીક્ષણ દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં કુલ ૨૦૦ માર્કની ઓએમઆર પ્રદ્ધતિથી લેવામાં આવશે.

કુલ ૩ કલાકનો સમય પરીક્ષા માટે રહેશે. લેખિત પરીક્ષામાં દરેક ભાગનાં ૪૫% માર્ક લાવવાના રહેશે. શારીરિક કસોટીમાં પુરૂષ ઉમેદવારને ૩ પ્રકારની દોડ, ઉચો કુદકો અને લાબો કૂદકો પાસ કરવાનો રહેશે. જ્યારે મહિલાઉમેદવારને ૨ પ્રકારની દોડ, ઉંચો કૂદકો અને લાબો કૂદકો પાસ કરવાનો રહેશે.

શારીરિક ક્ષમતા માટે ઓપન કેટેગરી, ઓબીસી અને એસસી ઉમેદવારો માટે ૧૭૦ સુધીની હાઈટ માન્ય રહશે. એસટીનાં ઉમેદવારો માટે ૧૫૭ની હાઈટ માન્ય રહેશે. જમ્મુ એન્ડ કાશ્મીર અને સેવન સિસ્ટર રાજ્યો માટે ૧૬૫ સુધી હાઇટ રહેશે.ઉમેદવારો આ ખાલી જગ્યાઓ માટે સત્તાવાર વેબસાઇટ પગાર ધોરણ-દ્વારા અરજી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.