Western Times News

Gujarati News

ધનસુરા ખાતે કોવિડ 19 ના રસીકરણને લઈને ડ્રાયરન યોજાઈ

સરકાર ની ગાઈડલાઈન અને સૂચના ને લઈને અરવલ્લી જિલ્લા માં નિયત કરેલ કેન્દ્રો પૈકી ધનસુરા પ્રાથમિક શાળા નંબર-૧ ખાતે ડ્રાયરન નું આયોજન કરવામાં આવ્યું હતુંં.જેમાં વેઈટીંગ રુમ રસીકરણ રુમ અને ઓબ્ઝર્વેશન રુમમાં મોકડ્રીલ રુપે ડેમો યોજાયો સમગ્ર ડ્રાયરનનું RCHO નિરીક્ષણ કર્યું હતું.આ સમયે ઓનલાઈન વેરીફીકેશન અને પોર્ટલ અપડેશન નો ડેમો પણ થયો.

ઉપરાંત રસીકરણ ની જો કોઈ આડઅસર ઉદભવે તો તેને પહોંચી વળવાની મોકડ્રીલ યોજાઈ સમગ્ર ડ્રાયરન દરમિયાન ધનસુરા આરોગ્ય કેન્દ્ર નો તમામ સ્ટાફ મેડીકલ ઓફિસર અને મહેશભાઈ પ્રજાપતિ  ધનસુરા તાલુકા આરોગ્ય કચેરીના તમામ સ્ટાફે સફળ બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ ને તાલુકા આરોગ્ય અધિકારી માર્ગદર્શન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.