રસી ઝડપથી મોકલવા મોદીને બ્રાઝિલના રાષ્ટ્રપતિની વિનંતી

બ્રાસિલિયા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસ્ટ્રાઝેનેકાની કોવિડ-૧૯ રસી ઝડપથી મોકલવાની વિનંતી કરી છે. તેમણે વેક્સિનના શિપમેન્ટમાં મોડું થતા તેમને એક પત્ર લખ્યો છે. બોલ્સોનારો સરકાર પર રસીકરણ શરૂ કરવાનું દબાણ વધી રહ્યું છે. ટીકાકારોનું કહેવું છે કે ક્ષેત્રીય સાથીઓ કરતાં દેશ પાછળ ચાલી રહ્યો છે અને તેથી સરકારને પ્રશ્નો થઇ રહ્યા છે કે આખરે મોડું કેમ થઇ રહ્યું છે.
બોલ્સોનારોએ તેમના પત્રમાં લખ્યું છે કે અમે ભારતના રસીકરણ કાર્યક્રમને જાેખમમાં મૂક્યા વિના બ્રાઝિલના નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામને ઝડપથી લાગૂ કરવા માટે ૨૦ લાખ ડોઝની સપ્લાયની અમે આશા રાખીએ છીએ. વાત એમ છે કે તાજેતરમાં જ એવા સમાચાર આવ્યા હતા કે સરકારી ફાયોક્રૂઝ મેડિકલ સેન્ટરના મતે વેક્સિનને તૈયાર કરવાની જરૂરી વસ્તુ આ મહિનાના અંત સુધી આવી શકશે નહીં.કેન્દ્રને આશા હતી કે શનિવાર સુધીમાં સરકારને વેક્સિન આપવા માટે શિપમેન્ટ આવી જશે. તેમના કહેવા પ્રમાણે ભારતને પહેલેથી જ ઑર્ડર કરવામાં આવેલ ૨૦ લાખ ડોઝ સિવાય અને બીજા ડોઝના આયાત પર વાતચીત ચાલી રહી છે. આ અંગે એક સૂત્રએ કહ્યું છે કે બ્રાઝિલને સામાન મોકલવા માટે તૈયાર છે પરંતુ ચીનથી નિકાસ લાઇસન્સની રાહ જાેવામાં આવી રહી છે, જ્યાં તેનું ઉત્પાદન થાય છે.
ઉલ્લેખનીય છે કે બોલ્સોનારોનો કોરોના વાયરસની વિરૂદ્ધ પ્રહારો કરી રહ્યા છે. એટલે સુધી કે તેમણે એ આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકન કંપની ફાઈઝર અને તેમની જર્મન પાર્ટનર બાયોએનટેકની રસીથી લોકો મગરમચ્છ કે દાઢીવાળી મહિલાઓમાં ફેરવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે બોલ્સોનારો એ મહામારીની શરૂઆતથી જ તેની ગંભીરતા નકારી રહ્યા છે.SSS