બાળકોના કલરવથી શાળાઓ ગુંજી ઉઠશે
શાળાઓમા સેનેટાઈઝરીંગ કામગીરી અને પોસ્ટર,સ્ટીકર ચોંટાડી અવરનેસ ધોરણ ૧૦ – ૧૬૪૬ ધોરણ ૧૨- ૭૦૧ ટોટલ – ૨૩૪૭/-
રાજય સરકાર દ્વારા અગામી ૧૧ જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ ધોરણની શાળાઓ શરૂ કરવાનો આદેશ આપ્યા બાદ વિરપુર તાલુકામાં આવેલી સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો પ્રારંભ થઈ રહ્યો છે
ત્યારે તાલુકાની ૩૦ જેટલી શાળાઓએ તૈયારીના ભાગરૂપે આખરી ઓપ આપી દેવાયો છે ત્યારે જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ પોતાની કામગીરીમાં લાગી ગયું છે તાલુકાની શાળાઓના બીલ્ડીંગોમા,
વર્ગખંડોમાં વર્ગખંડોન બહાર વગેરે જગ્યાઓ પર કોરોના ગાઈડ લાઈનનુ ચુસ્તપણે પાલન થાય અને વિધાર્થીઓ,વાલીઓ, શિક્ષકોમાં અવનેસ ફેલાય તેવા ઉમદા હેતુસર પોસ્ટરો, સ્ટીકરો ચોંટાડી દેવામાં આવ્યા છે
તાલુકાની કુલ ૩૦ શાળાઓ આવેલી છે જેમાં ધોરણ ૧૦- માં ૧૬૪૬ જ્યારે ધોરણ ૧૨- માં ૭૦૧ કુલ ૨૩૪૭ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે સરકારે જારી કરેલા આદેશ બાદ તાલુકાની તમામ શાળાઓમાં સેનેટાઈઝરીંગનુ કામકાજ પણ કરી દેવામાં આવ્યુ છે સાથે શાળામાં આવતા વિધાથીઓને આવતા પહેલા થર્મલ ગનથી ટ્રેમ્પ્રેચર માપી અને હાથ સેનેટાઈઝ કરી અને માસ્ક પહેર્યા બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.