મોડાસાની ક્રિષ્ના હોસ્પિટલમાં શોર્ટ સર્કીટથી ધડાકાભેર બ્લાસ્ટ થતા અફરાતફરી
દાખલ દર્દીઓ હોસ્પિટલની બહાર દોડી આવ્યા,લોકો ઉમટ્યા
સમગ્ર રાજ્યમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે હજુ તો બે દિવસ અગાઉ મહારાષ્ટ્રના ભંડારાની હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે મોડાસા શહેરની મેઘરજ રોડ પર આવેલ ક્રિષ્ના હેલ્થકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રવિવારે સાંજે ભોંયતળિયે શોર્ટ-સર્કીટ થયા બાદ જબરજસ્ત ધડાકાભેર બ્લાસ્ટ થતા હોસ્પિટલ સહીત આજુબાજુનો વિસ્તાર બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યો હતો
હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો અને સ્ટાફ હોસ્પિટલની દોડી આવ્યા હતા બ્લાસ્ટના પગલે ભારે અફરાતફરી મચી હતી હોસ્પિટલમાં શોર્ટસર્કીટ થી આગ પ્રસરે તે પહેલા ફાયરબ્રિગેડની ટીમ તાબડતોડ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો હોસ્પિટલમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળ્યા હતા સદનસીબે જાનહાની ટળતા હોસ્પિટલના સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો
મોડાસા શહેરની નામાંકીત મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ક્રિષ્ના હેલ્થકેરમાં રવિવારે સાંજના સુમારે ભોંય તળિયે આવેલ સ્ટોરેજ રૂમમાં શોર્ટ સર્કીટ થી આગ લાગવાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ થતા હોસ્પિટલ અને આજુબાજુનો વિસ્તાર ધ્રુજી હતો અચાનક બ્લાસ્ટ થતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓ અને તેમના પરિવારજનોમાં જીવ બચાવવા ભાગદોડ મચી હતી હોસ્પિટલ સ્ટાફ પણ હોસ્પિટલ છોડી રોડ પર દોડી ગયો હતો ધડાકાભેર બ્લાસ્ટના પગલે આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા
દર્દીઓમાં બ્લાસ્ટના પગલે ભયભીત બન્યા હતા સદનસીબે હોસ્પિટલના ભોંય તળીયે આગ લાગતા જાનહાની ટળી હતી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના પગલે મોડાસા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ હોસ્પિટલમાં પ્રસરે તે પહેલા કાબુ મેળવી લેતા દર્દીઓ અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાનું બહાર આવતા યુજીવીસીએલની ટીમ પણ પહોંચી હતી હોસ્પિટલમાં બ્લાસ્ટ થતા વીજપ્રવાહ ખોરવાતા થોડો સમય હોસ્પિટલમાં અંધારપટ છવાયો હતો