Western Times News

Gujarati News

વોચમેનના પ્રેમમાં પાગલ પત્નીના ત્રાસથી પતિનો આપઘાત

Files Photo

સુરત,  શહેરના એલપી સવાણી રોડ પર એક મહિના પહેલા વાહન દલાલે કરેલી આત્મહત્યાના કેસમાં એક નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. લોકડાઉન દરમિયાન વાહન દલાલની પત્નીને વોચમેન સાથે પ્રેમ થઈ ગયો હતો અને પતિને ત્રાસ આપવામાં આવતો હતો.

હવે આ કેસમાં પતિને આત્મહત્યા માટે દબાણ કરવાના ગુનામાં પત્ની અને વોચમેન સામે ગુનો નોંધાયો છે. ૧૪ ડિસેમ્બરની રાત્રે પાલ આરટીઓ પાસે ૧૧ માળની બિલ્ડિંગ પરથી કૂદીને ૩૩ વર્ષના વાહન દલાલ પારસ શ્યામભાઈ ખન્નાએ જીવન ટૂંકાવ્યું હતું. જેની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ અંગે પારસના માતાએ માતા નિલમબેને (૬૦) ફરિયાદમાં મૃતકના પત્ની હિના ખન્ના (૩૪) અને પાલનપોર સ્થિતિ સ્તુતિ આઈકોનના વોચમેન અંકિત ગોવિંદ પ્રસાદ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.

પારસ અને હિનાના ૧૨ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા પરંતુ તેના વોચમેન સાથે લગ્નેત્તર સંબંધો હતા જેના વિશે પતિ પારસને જાણ થતાં તેમણે પત્ની અને વોચમેન અંકિતને સમજાવ્યા હતા. પરંતુ પત્ની હિનાએ પતિ સાથે ઝઘડા કરીને તું મને છોડી દે તો મારે અંકિત સાથે જવાય તેમ કહીને માનસિક ત્રાસ આપતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.