પતિએ ગિફ્ટના પૈસા ન આપતા પત્નિનો આપઘાત
અમદાવાદ, નાની-નાની બાબતોમાં પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડા અને અને ઘરકંકાસના કિસ્સાઓ લોકડાઉન પછી વધી રહ્યા છે. આવામાં માનસિક સંતુલન ગુમાવવાના કારણે લોકો ના ભરવાના પગલા ભરી રહ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પણ નજીવી બાબતે મહિલાએ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના બની છે.
જેમાં સાથે રુપિયા બાબતે રકઝક થયા પછી આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બનેલી ઘટનામાં ભાવના વાઘેલા નામની મહિલાએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. ભાવનાએ પોતાના દીકરાનો પહેલો જન્મદિવસ હોવાથી તેના માટે ગિફ્ટ ખરીદવા માટે પતિ પાસે રુપિયાની માગણી કરી હતી.
જાેકે, કથિત રીતે આ માગણી પતિ દ્વારા સ્વીકારવામાં ના આવતા ભાવનાએ જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટના ગુરુવારે બની હતી, અને બાળકનો જન્મદિવસ તેના બે દિવસ પછી એટલે કે શનિવારે આવતો હતો. મૃતક પરિણીતાના ભાઈ પ્રદીપ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે તેમની બહેને પતિ જીતુ અને સાસુ મણિબેનની ઉશ્કેરણીના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું છે. આ બનાવ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતક પરિણીતા ભાવના વાઘેલાના સાસુ મણિબેનની અટકાયત કરવામાં આવી છે જ્યારે પતિ જીતુની શોધખોળ ચાલી રહી છે.