સુરતની મહિલા TRB જવાન ટેમ્પો ચાલક પાસેથી હપ્તો લેતો વિડીયો વાયરલ
સુરત, સુરત ટ્રાફિક પોલીસ મદદ માટે મુકવામાં આવેલા ટીઆરબી જવાન ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ટ્રાફિકના સંચાલન માટે ફરજ પર રાખવામા આવેલા મહિલા ટીઆરબી જવાન ટેમ્પો ચાલક પાસે હપ્તાની વસૂલી કરતા હોવાનો વિવાદ સામે આવી રહ્યો છે. મહિલા ટીઆરબી જવાનની કથિત હપ્તખોરીનો એક વીડિયો વાયરલ થયો છે.
સુરત : ટીઆરબી મહિલા જવાન ટેમ્પો ચાલકો પાસેથી ઉઘરાવતા હતા પૈસા
કરપ્શનના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે વીડિયો વહેતો કર્યો
સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ વીડિયો
— Siddharth Dholakia (News18 Gujarati) ???????? (@SidDholakia) January 10, 2021
આ વીડિયો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મહિલા ટીઆરબી જવાને ટેમ્પો ચાલક પાસેથી પૈસા ઉઘરાવ્યા છે. આ વાઈરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે મહિલા ટીઆરબી જવાન ટેમ્પોની પાસે ઊભા છે. તેઓ આ ટેમ્પો ચાલક પાસેથી રૂપિયા લઈને પેન્ટની ખીસ્સામાં મૂકી દે છે.
આ સમગ્ર ઘટના એક જાગૃત નાગરિક દ્વારા કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. જેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ આ ઘટના સુરતના ભાથેના વિસ્તાર રોડ પર બની છે. વીડિયો વાઇરલ થતા સુરત ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી દોડતા થયા છે.
વીડિયો સામે આવતા ફરી એક વાર ટીઆરબી જવાનો વિવાદમાં આવતા આ મહિલા જવાન વિરુદ્ધ તાત્કાલિક અધિકારીઓ દ્વારા તપાસ આદેશ આપવામાં આવ્યા છે. જાેકે આ વીડિયો વાઇરલ થયા પહેલા છેલ્લા કેટલાક સમયથી ટીઆરબી જવાનો દ્વારા લોકો પાસેથી રૂપિયા પડાવા સાથે હપ્તાખોરીની ફરિયાદો ઉઠી હતી, હવે આ વીડિયો સામે આવતા લોકોની ફરિયાદો પણ સાચી હોવાનું પુરવાર થઈ રહ્યું છે.