મેઘમણી પરિવાર દ્વારા મહા રક્તદાન કેમ્પનું માંડલ, વિરમગામ ખાતે આયોજન
અમદાવાદ, મેઘમણી ચેરીટેલબ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા માંડલ મેઘમણી સંસ્કાર કેન્દ્રમાં 14માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું. તેમાં આજુ – બાજુના ગામના લોકોએ ખુબજ ઉત્સાહથી રક્તદાન કરી માનતાની મિશાલ કાયમ કરી.રક્તદાન એજ મહાદાન ના આશય સાથે સતત લોકહિત અને લોકસેવામાં કાર્યરત એવા મેઘમણી પરિવાર દ્વારા તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ મેઘમણી સંસ્કારધામ, રામપુર રોડ, માંડલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે 1400થી પણ વધુ બોટલ એકત્રિત કરવાનો હતો. જુદી જુદી બ્લડ બેંકોથી સહકારથી 1423 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટ, પાલડી – પાલડી-678 બોટલ, ડો જીવરાજ મેહતા હોસ્પિટલ- 305 બોટલ, સિવિલ હોસ્પિટલ 1 એચબીપી-297 અને ગુજરાત કેન્સર સોસાયટી – 143 બોટલ રક્ત એકત્ર કર્યું . આ પ્રસંગે મેઘમણી પરિવારના જયંતીભાઇ પટેલ (સીએમડી), આશિષભાઇ સોપારકર (એમડી), નટુભાઇ પટેલ (એમડી), આનંદભાઇ પટેલ (ડિરેક્ટર) અને રમેશભાઇ પટેલ (ડિરેક્ટર) સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કેમ્પ ના આયોજન વિશે વધુમાં જણાવતાં મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડના સીએમડી શ્રી જયંતિભાઇ પટેલે જણાવ્યું હતું કે, મેઘમણી ગ્રુપ દ્વારા એક સામાજિક જવાબદારીના ભાગરૂપે લોકોને નિસ્વાર્થ પણે મદદરૂપ થવાના આશય સાથે હમે સતત સામાજિક પ્રવૃતિઓ કરીને ભાગીદાર બનીએ છીએ.
જેમાં ગત વર્ષે પણ આ કેમ્પનું આયોજન કર્યું હતું અને આ વર્ષે પણ ખુબજ સારા આયોજન સાથે પૂર્ણ કરેલ છે. છેલ્લા વર્ષોમાં 3320 બોટલ રક્ત એકત્ર કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ડો જીવરાજ મેહતા હોસ્પિટલ અને ગુજરાત કેન્સર સોસાયટીને સોંપ્યું હતું. આ વર્ષે પણ ૧૦૦૦થી વધુ બોટલ એકત્રિત કરી ધ કેન્સર એન્ડ રિસેર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ હોસ્પિટલ- અમદાવાદ, જીવરાજ મહેતા હોસ્પિટલ-અમદાવાદ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી – અમદાવાદ ને સુપ્રત કરવામાં આવશે.
જે સતત વર્ષ ૨૦૦૨થી કરે છે અને ૨૦૨૦ સુધીમાં 14 રક્તદાન શિબિરોનું આયોજન કરી ચૂકેલ છે અને 3320 બોટલ રક્ત એકત્ર કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ડો જીવરાજ મેહતા હોસ્પિટલ અને ગુજરાત કેન્સર સોસાયટીને સોંપવામાં આવેલ છે.
આ સિવાય મેઘમણી પરિવાર દ્વારા ઉમિયા કે વી સીમાં – 3 કરોડ, કે પી ભવન હોસ્ટેલમાં 1 કરોડ, ડો જીવરાજમહેતા હોસ્પિટલમાં -1 કરોડ 75 લાખ, ગુજરાત કેન્સર સોસાયટીમાં – 1 કરોડ અને માંડલ મુકામે દાનનો અવિરત પ્રવાહ ચાલુ છે.વિધવા-ત્યક્તા સહાય યોજના અને શિષ્યવૃતિ પણ આપવામાં આવેલ છે.
અને કલ્પના ફાઉન્ડેશન માટે સમાજહિતના કાર્યો કરેલ છે.કોરોના મહામારીના સાંપ્રત સમયમાં પણ આરોગ્યકીટ અને ઑક્સિમીટર વિતરણ, વેન્ટિલેટર, મોક્ષવાહીની વગેરેનું દાન,તાજેતરમાં સત્ય સાઈબાબા હોસ્પિટલ, ધોળકાને 1 કરોડ નું દાન પણ કરવામાં આવેલ છે.