બાયડ તાલુકાના ઓબલીયારા પોલીસ દ્વારા બાઈક ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડયા
અરવલ્લી જીલ્લાના આંબલિયારા પોલીસ મથકમાં બાઈક ચોરીનો ગુનો નોંધાયો હતો ત્યાર બાદ અમરગઢ ગામે રોડ પરથી બિનવારસી હાલતમાં બાઈક મળી આવ્યું હતું ગઈકાલે આંબલિયારા પોલીસે બાઈક ચોરોને પણ દબોચવામાં સફળતા મેળવ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ તા.૦૬/૦૧/૨૦૨૧ ના રોજ બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશનમાં મોટર સાઇકલ ચોરીનો ગુન્હો દાખલ થયેલ હતો.જે ચોરીના ગુન્હાની તપાસ કરતાં તા.૦૭/૦૧/૨૦૨૧ ના રોજ અમરગઢ ગામે રોડ ઉપરથી મોટર સાઇકલ બિનવારસી મળી આવી હતી.
ત્યારબાદ આંબલીયારા પી.એસ.આઇ. આર.એમ.ડામોર તથા સ્ટાફના માણસોએ મોટર સાઇકલ ચોરીના ગુન્હાના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી અંગત બાતમીદારોને કામે લગાડી બાતમી મેળવી ગણતરીના સમયમાં આરોપીઓ સુનીલકુમાર બિજલભાઇ પરમાર તથા જયદિપસિંહ ઉર્ફે ચકો વિક્રમસિંહ ઝાલા બંને રહે. રમોસ, તા.બાયડ, જિ.અરવલ્લી. ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે…