જીવણપુર નજીક સ્કોર્પિઓમાંથી ૧.૫૧ લાખ અને ઇકો કારમાંથી ૫૮ હજારનો દારૂ ઝડપ્યો અમરાઈવાડી બુટલેગરને દબોચ્યો
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે સતત બીજા દિવસે જીલ્લાના હાઈવે અને અંતરિયાળ માર્ગો પર સઘન પેટ્રોલિંગ હાથધરી સ્કોર્પિઓ અને ઇકો કારમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો મોડાસાના જીવણપુર ગામ નજીકથી સ્કોર્પિઓ ગાડીનો ફીલ્મી ઢબે પીછો કરી ૧.૫૧ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અન્ય એક ટીમે ભિલોડા-શામળાજી રોડ પર રીંટોડા ગામ નજીકથી ઇકો કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતા અમરાઈવાડીના બુટલેગરને ઝડપી લઇ ઇકો કારમાંથી ૫૮ હજારથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો
જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અરવલ્લી એલસીબી પીઆઇ આર કે પરમાર અને તેમની ટીમે બુટલેગરો સામે સખ્ત કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે એલસીબી પોલીસે ટીંટોઈ ગામ નજીક વાહન ચેકીંગ દરમિયાન શામળાજી તરફથી પુરઝડપે આવી રહેલ સ્કોર્પિઓ ગાડીને અટકાવવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે સ્કોર્પિઓ દોડાવી મુકતા પોલીસે પીછો કરી જીવણપુર ગામ નજીક સ્કોર્પિઓમાં રહેલ બુટલગર રોડ પર ગાડી મૂકી ફરાર થઇ જતા એલસીબી પોલીસે સ્કોર્પિઓ ગાડીમાંથી વિદેશી દારૂની ૨૫૨ બોટલ કીં.રૂ.૧૫૧૨૦૦/-નો જથ્થો જપ્ત કરી સ્કોર્પિઓ ગાડી કીં.રૂ.૭ લાખ મળી કુલ રૂ.૮૫૧૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પોલીસની અન્ય એક ટીમે શામળાજી-ભિલોડા રોડ પર પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે જેશીંગપુર ગામના વસંત બરંડા અને વનરાજ નામના બુટલેગરો એ એક ઇકો કારમાં વિદેશી દારૂ ભરી આપ્યો હોવાની અને ઇકો કાર શામળાજી તરફ આવતી હોવાની બાતમી મળતા રીંટોડા ગામ નજીક એલસીબી પોલીસે નાકાબંધી કરી બાતમી આધારિત ઇકો કાર આવી પહોંચતા અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-ક્વાંટરીયા નંગ -૨૫૨ કીં.રૂ.૫૮૮૦૦/- ના જથ્થા સાથે અમદાવાદ ભીમપાર્ક એપાર્ટમેન્ટ માં રહેતા રોહિત હસમુખલાલ બેલાણી નામના બુટલેગરને દબોચી લીધો હતો ઇકો કાર,વિદેશી દારૂ મળી કુલ રૂ.૨૫૮૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે બુટલેગરો સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વિદેશી દારૂ ભરી આપનાર બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા