કેન્દ્રએ સીરમ ઈન્સ્ટીટ્યૂટને કોવીશીલ્ડ વેક્સિનનો ઓર્ડર આપ્યો
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)ને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી.
વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. કોવીશીલ્ડના દર સપ્તાહે એક કરોડથી વધુ ડોઝની સપ્લાઈ કરવામાં આવી શકે છે.
સરકારે વેક્સિનેશન માટે 16 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ત્રણ જાન્યુઆરીએ કોવીશીલ્ડને મંજૂરી આપી હતી. જેની ઈફેક્ટિવનેસ અંગે અલગ અલગ વાત સામે આવી છે. એસ્ટ્રાજેનેકાએ વેક્સિનની ઓવરઓલ ઈફેક્ટિવનેસ 90% સુધી હોવાનો દાવો કર્યો હતો.
આ અંગે ભારતીય રેગ્યુલેટરનું માનવું છે કે આ વેક્સિન 70% સુધી ઈફેક્ટિવ છે. આ પ્રકારની અલગ અલગ માહિતી સામે આવી રહી છે તો બ્રિટિશ અને ભારતીય રેગ્યુલેટરના અભ્યાસને જાણવો જરૂરી બની ગયો છે.