મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર થવાને કારણે હવામાનમાં પલ્ટો
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ ઃ કેટલાંક સ્થળે છાંટા પડ્યા |
(પ્રતિનિધિ) અમદાવાદ : હવામાનમાં એકાએક પલ્ટો આવતા નવસારી, વલસાડ તથા સુરત જીલ્લામાં વરસાદી માહોલ જાવા મળે છે. હવામાન એજન્સી સ્કાયમેટ જણાવે છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વિલંબ થશે અને ચોમાસાની ચાલ નિરાશાજનક હશે. પ્રાપ્ત થયેલ સમાચાર મુજબ દક્ષીણ ગુજરાતમાં વરસાદ શરૂ થતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે. અમદાવાદમાં ૪૩ ડીગ્રીની આસપાસ ઉષ્ણતામાન ચાલી રહયુ હતું
ગરમી તથા ભારે ઉકળાટથી લોકો ત્રાસી ઉઠયા હતા હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજુ બે-ત્રણ દિવસ ગરમી રહેશે ઉષ્ણતામાનમાં આંશિક વધઘટ થઈ શકે છે. ઉનાળાના ત્રાસથી કંટાળેલા નાગરિકો હવે વરસાદની ચાતક નજરે રાહ જાઈ રહ્યા છે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતુ તે ચાલુ જ છે.
મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર થવાને કારણે હવામાનમાં પલ્ટો આવ્યો છે અને બે દિવસમાં કેરાલામાં ચોમાસુ શરૂ થશે તેવી શકયતા છે. આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે પરંતુ હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ ચોમાસુ શરૂ થવાની વાર છે.
છેલ્લા સમાચાર મુજબ વલસાડ જીલ્લામાં કેટલેક ઠેકાણે તથા ગણદેવી, ચીખલી, બીલીમોરા તથા પારડી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારોના લોકોમાં ગરમીથી રાહત મળી છે મુંબઈમાં પણ અંધેરી તથા પવાઈ વિસ્તારમાં અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં થઈ રહેલ લો પ્રેશર ભારત તરફ આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળે છે.