Western Times News

Gujarati News

જાન્યુ.માં કેન્દ્રીય કર્મીઓનું ચાર ટકા ડીએ વધી શકે છે

નવી દિલ્હી, નવું વર્ષ શરૂ થઈ ચુક્યું છે અને ગત વર્ષથી જ આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે કે આ વર્ષે જૂનમાં સાતમા પગાર પંચ અંતર્ગત મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે. હવે એવા પણ સમાચારો આવી રહ્યા છે કે મોંઘવારી ભથ્થામાં થનારો વધારો આ મહિને એટલે કે જાન્યુઆરીથી લાગુ થઈ શકે છે. જાે કે સરકાર તરફથી આને લઈને કોઈ સત્તાવાર જાહેરાત તો નથી થઈ, પરંતુ તમામની નજરો અત્યારે સરકાર પર જ ટકી છે. સરકારની આ જાહેરાત બાદ કેન્દ્રીય કર્મચારીઓની સેલરી વધી જશે.

રિપોર્ટ્‌સ પ્રમાણે જાન્યુઆરીમાં કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ૪ ટકા વધી શકે છે. આ વધારો સાતમાં પગાર કેન્દ્રીય પગાર પંચની ભલામણો અનુકૂળ હશે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓની સાથે સાથે પેન્શનર્સને પણ ફાયદો થશે. અત્યારે કર્મચારીઓ અને પેન્શનર્સને જૂના દરે જ સંતોષ માનવો પડી રહ્યો છે, કેમકે સરકારે ડીએ પર વધારો જૂન ૨૦૨૧ સુધી રોકી રાખ્યો છે. અત્યાર સુધી તો આશા કરવામાં આવી રહી હતી કે જૂનમાં ડીએમાં વધારો કરવામાં આવી શકે છે, પરંતુ ઝડપથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થાને જાેતા આશા કરવામાં આવી રહી છે કે હવે સરકાર ઝડપથી વધારો કરી શકે છે.

સમાચાર તો ત્યાં સુધી આવી રહ્યા છે કે આ મહિને સરકાર તરફથી ડીએની જાહેરાત થઈ શકે છે. જાે આવું થાય છે તો ફેબ્રુઆરી મહિનાથી કેન્દ્રીય કર્મચારીઓને વધેલી સેલરી મળવાનું શરૂ થઈ જશે. નાણા મત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતુ કે, અત્યારે ડીએ મૂળ વેતન/પેન્શનના ૧૭ ટકા છે જેમાં ૪ ટકાનો વધારો કરવામાં આવશે. ડીએથી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સરકારી ખજાના પર ૧૨૧૫૦.૦૪ કરોડ રૂપિયા અને ડીઆરથી ૧૪૫૯૫.૦૪ કરોડ રૂપિયા બોઝ પડે છે. સરકાર તરફથી મોંઘવારી ભથ્થુ વધારવાથી કેન્દ્ર સરકારના ૪૮.૩૪ લાખ કર્મચારીઓ અને ૬૫.૨૫ લાખ પેન્શનરોને ફાયદો થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.