અમેરિકાની પ્રતિબંધોની ચેતવણી છતાં ભારત રશિયા પાસેથી મિસાઈલ ખરીદશે

નવીદિલ્હી, અમેરિકન સંસદ તરફથી આપવામાં આવેલી પ્રતિબંધની ચેતવણીને નજરઅંદાજ કરતા ભારત રશિયા પાસેથી શક્તિશાળી એસ ૪૦૦ ટ્રાયંફ મિસાઈલ સિસ્ટમની ખરીદી માટે સંપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે. એસ ૪૦૦ રશિયાની સૌથી ઉન્નત લાંબા અંતર સુધી સતહથી સતહ પર માર કરનારી મિસાઈલના રુપે ઓળખવામાં આવે છે. ગત મહિનામાં રશિયાએ કહ્યું હતુ કે અમેરિકન પ્રતિબંધિઓની ધમકી છતાં એસ ૪૦૦ મિસાઈલ પ્રણાલીને પહેલી ખેપની આપૂર્તિ સહિત વર્તમાન ડીલને આગળ વધારી રહ્યું છે. સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં આની ડિલીવરી શરુ થતાં પહેલા ભારતીય વાયુસેનાની મોટી ટીમ આ મહિનાના અંત સુધી રશિયાનો પ્રવાસ કરશે.
ભારત ઓક્ટોબર ૨૦૧૮માં રશિયાથી ૫ એસ ૪૦૦ મોબાઈલ સ્કવાડ્રન ખરીદવા માટે ૫.૪૩ અરબ ડોલરની ડીલ કરી હતી. ભારત આ મિસાઈલ પ્રણાલી માટે રશિયાને ૨૦૧૯માં ૮૦ કરોડ ડોલરની પહેલા હપ્તાની ચૂકવણી કરી હતી.ત્યારે આ મિસાઈલ સિસ્ટમ એપ્રિલ ૨૦૨૩ સુધી ભારત આવવાની શક્યતા છે.
શક્તિશાળી મિસાઈલ સિસ્ટમ એસ ૪૦૦ લગભગ ૩૮૦ કિમીની રેન્જમાં ડ્રોન, ફાયટર વિમાન, જાસૂસી વિમાન, મિસાઈલ અને બોમવર્ષક વિમાનોને ઓળખીને તેને મારવામાં સક્ષમ છે. રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુંસાર ચીન અને પાકિસ્તાનના સંકટને જાેતા આને પશ્ચિમી, ઉત્તર અને પૂર્વ સેક્ટરમાં તૈનાત કરવામાં આવશે.
લગભગ ૧૦૦ ઓફિસરોની એક મોટી ટીમ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે રશિયા જશે. આ ઓફિસરો ત્યાં એસ ૪૦૦ને ચલાવવા અને તેની જાળવણીને લઈને સંપૂર્ણ પ્રશિક્ષણ લેશે. રિપોર્ટ મુજબ રવિવારે રક્ષા મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી હતી કે સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં આની ડિલીવરી શરુ થશે. એસ ૪૦૦ની પહેલી સ્ક્વાડ્રન ભારતમાં ૨૦૨૧ના અંત અથવા ૨૦૨૨ની શરુઆતમાં કામ કરવાનું શરુ કરી દેશે.
અમેરિકન કોંગ્રેસ સાથે જાેડાયેલી એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે રશિયા નિર્મિત એસ ૪૦૦ વાયુ રક્ષા પ્રણાલી ખરીદવા માટે અરબ ડોલરની ભારતની ડીલને લઈને અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. ત્યારે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતની હંમેશા સ્વતંત્ર વિદેશ નીતિ રહી છે. જે આની રક્ષા ખરીદ અને તેના આપૂર્તિ પર લાગૂ થશે.HS