Western Times News

Gujarati News

બોડકદેવ અદાણી ગેસ્ટ હાઉસના ફલેટમાં તસ્કરો ત્રાટક્યા

કબાટમાં મુકેલા રૂ.ર.૩૦ લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાની ચોરી થતાં પોલીસ અધિકારીઓએ શરૂ કરેલી તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં પગલે પોલીસતંત્ર એલર્ટ પર છે શહેરમાં આંતકવાદી હુમલાની દહેશતના પગલે ઠેરઠેર ચેક પોઈન્ટો ગોઠવી સઘન તપાસ કરવામાં આવી રહી છે તેમ છતાં શહેરમાં ચોરીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. શહેરના નારણપુરા વિસ્તારમાં તસ્કરોએ વૃધ્ધ દંપતી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાની ઘટનાની હજુ તપાસ ચાલુ છે

ત્યાં જ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા અદાણી ગેસ્ટહાઉસમાં એક ફલેટમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મહિલાના રૂ.ર લાખથી વધુની કિમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ અટકાવવા માટે પોલીસતંત્ર દ્વારા નાઈટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવી રહયા છે શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. તકેદારીના તમામ પગલા લેવાવા છતાં ચોરીની ઘટનાઓ ઘટી રહી છે

શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા અદાણી ગેસ્ટહાઉસના તીર્થધામ ફલેટમાં રહેતા નવીનભાઈ અદાણી કંપનીમાં નોકરી કરે છે આ દરમિયાનમાં તેમણે સાઉથ બોપલમાં સફલ પરિસર-ર માં મકાન રાખતા તેઓ પોતાનો માલ સામાન તીર્થધામ ફલેટમાંથી ત્યાં સીફટ ધીમેધીમે કરી રહયા હતા.

નવિનભાઈ પોતાનો સામાન બોપલ ખાતે સીફટ કરતા હતા તે દરમિયાન એક ચોકાવનારી ઘટના ઘટી હતી નવીનભાઈના પત્નિ પોતાના રૂ.ર.૩૦ લાખ ના સોનાના દાગીના તીર્થધામ ફલેટમાં આવેલા કબાટની અંદર એક પર્સમાં મુકયા હતાં સામાન સીફટ કરતા હતા તે દરમિયાન ગઈકાલે તેમણે આ કબાટમાંથી તેમનો સામાન બહાર કાઢયો હતો અને પર્સ ચેક કરતા તેમાંથી તમામ સોનાના દાગીના ચોરી થયાનું માલુમ પડયું હતું.

પર્સમાં તેમણે સોનાની બે ચેઈન, એક નેકલેસ, બે બંગડીઓ અને સોનાનો સિક્કો મુકયો હતો આ દાગીના તેમણે છેલ્લે તા.૮મીના રોજ જાયા હતાં ત્યારબાદ ગઈકાલે પર્સ તપાસતા તેમાંથી દાગીના ચોરી થયાનું માલુમ પડયું હતું.


સોનાના દાગીનાની ચોરી થતાં જ અમિતાબેને આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં અદાણી ગેસ્ટહાઉસના ફલેટમાંથી ચોરી થયાની ઘટના જાણવા મળતા ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતા અને આ અંગે ફરિયાદ નોંધીને સ્થળની આસપાસના તા.૮ પછીના સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

સામાન ખસેડવામાં મદદ કરનાર મજૂરોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉપરાંત સીક્યુરીટી ગાર્ડ તથા આસપાસના રહીશોનું પણ નિવેદન લેવામાં આવ્યુ છે. પોલિસ આ મામલે ઝીણવટપૂર્વકની તપાસ ચલાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.