પ્રાંતિજ બજારમાં ભીડ ઉમટી, સોશિયલ ડીસટન્ટ માસ્કનો અભાવ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ બજાર મા ઉત્તરાયણ પર્વ ને એક દિવસ અગાઉ બજાર માં ગ્રાહકો નું ધોડાપુર જોવા મલ્યુ હતું તો બજાર માં સોશિયલ ડીસન્ટન તથા માસ્ક વગર ફરતા છતાં પ્રાંતિજ પોલીસ પ્રેક્ષક બની નિહાળતી હોય તેવું લાગી રહ્યું હતું .
પ્રાંતિજ મા એક દિવસ અગાઉ પ્રાંતિજ ભોઇ વાસ માંથી કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યો છતાં પ્રાંતિજ બજારમાં લોકો જાણે કોરોના મુકત થયા હોય તેમ જાહેરમાં માસ્ક વગર સોશિયલ ડીસન્ટન નો ભંગ કરતા જોવા મળ્યા હતાં અને બજાર માં ઉતરાયણ પર્વ ને એક દિવસ અગાઉ બજાર માં પતંગ દોરી ની ખરીદી કરવા માટે જાણે ધોડા પુર ઉમટી પડયું હતું
તો બજાર માં લોકો બિદાસ પણે માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતાં ત્યારે બીજી બાજુ કોરોના એ ફરી પ્રાંતિજ મા એન્ટ્રી કરવા છતાં પ્રાંતિજ પોલીસ જાણે પ્રેક્ષક બની ને નિહાળી રહી હોય તેવુ સ્પસ્ટ પણે જણાઇ આવ્યું હતું ત્યારે આમ દિવસે મંજુર અને ગરીબ ની માસ્ક સોશીયલ ડીસન્ટન ની પાવતી ફાડતી પ્રાંતિજ પોલીસ ઉતરાયણ પર્વ ને લઈને જાણે પ્રાંતિજ બજારમાં છુટોદોર આપ્યો હોય તેવુ લાગી રહ્યું હતું .