60 ખેડૂતો શહીદ થયા પણ આ સરકારને શરમ નથી આવી રહીઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, નવા કૃષિ કાયદાઓ સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી નિશાન સાધ્યુ છે.
રાહુલ ગાંધીનુ કહેવુ છે કે, ખેડૂત આંદોલનમાં 60 જેટલા ખેડૂતો અત્યાર સુધીમાં શહીદ થયા છે પણ તેનાથી મોદી સરકારને શરમ નથી આવી રહી પણ ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢવાના છે તેનાથી આ સરકારને શરમ આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ત્રણે કાયદા પર હાલ પૂરતી રોક લગાવી છે અને આ મામલે ચર્ચા કરવા માટે એક કમિટી બનાવી છે.
જોકે ચાર સભ્યોની આ કમિટી સમક્ષ ચર્ચા કરવાનો ખેડૂત આગેવાનોએ ઈનકાર કરી દીધો છે.બીજી તરફ ખેડૂતોએ કૃષિ કાયદાની કોપી સળગાવવાની જાહેરાત કરી છે.રાહુલ ગાંધીએ આ મુદ્દે હવે સરકાર પર ફરી નિશાન સાધ્યુ છે.બીજી તરફ ખેડૂતોએ વિશાળ ટ્રેકટર રેલી કાઢવાની અને દિલ્હીમાં જ 26 જાન્યુઆરી ઉજવવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.
ખેડૂતોનુ કહેવુ છે કે, જ્યાં સુધી સરકાર કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમે દિલ્હી છોડીને જવાના નથી.