પ્રાંતિજ ખાતે આંગણવાડી ના ભૂલકાંઓને પતંગ,ભુંગળા તેમજ ચીકીનું વિતરણ કરવામાં આવ્યું
પ્રાંતિજ સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ જાયન્ટસ ગુપ અને પ્રાંતિજ નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા આંગણવાડી ના બાળકો ને પતંગ , ભુગળા તેમજ ચીકી નું વિતરણ કરવામાં આવ્યું હતું .
પ્રાંતિજ ખાતે કાર્યરત જાયન્ટસ ગુપ અને પ્રાંતિજ નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઇ કિમતાણી ના સહિયોગ થી પ્રાંતિજ ખાતે આવેલ વિવિધ આંગણવાડી ના ભૂલકાં ઓને પતંગ ,ભુગળા તેમજ ચીકી નું વિતરણ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે ર્ડા.એન.કે.ડેરિયા , મહંત સુનીલદાસજી મહારાજ , જાયન્ટસ પ્રમુખ ર્ડા. કેયુરભાઇ પ્રજાપતિ , મહામંત્રી હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , સહેલી પ્રમુખ હર્ષાબેન ભાવસાર , વજેશભાઇ ભાવસાર , અનુજપટેલ સહિત જાયન્ટસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં તો આંગણવાડી ના ભૂલકાં ઓને તેમની મનપંદન ચીજવસ્તુઓ મળતા તેમનાં ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ હતું.