જમ્મુ કાશ્મીરમાં ૨૦૨૦માં ૨૦૩ આતંકવાદી ઠાર મરાયા
૧૬૬ આતંકવાદીઓ સ્થાનિક હતાં: નવ આતંકીઓએ આત્મસમર્પણ પણ કર્યું છે: જયારે ૪૩ નાગરિકો પણ ભોગ બન્યા છે
જમ્મુ, આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવેલા ૨૦૩ આતંકીઓમાંથી ૧૬૬ સ્થાનિક આંતકવાદી સામેલ હતાં સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ દરમિયાન ૪૩ નાગરિકોના પણ મોત થયા છે જયારે ૯૨ અન્યને ઇજા થઇ છે તેઓએ જણાવ્યું હતુંકે આ વર્ષે ૪૯ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે જયારે નવ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સંયુકત સુરક્ષા ગ્રિડમાં કામ કરી રહેલી આર્મી પોલીસ અને કેરિપુબના સમન્વિત પ્રયાસોનું પરિણામ છે તેઓએ કહ્યુંકે જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે ૨૦૩ આતંકવાદીઓ માર્યા ગયા હતાં આ આતંકીઓમાંથી ૩૭ પાકિસ્તાની કે પછી વિદેશી મૂળના હતાં ૨૦૨૦મા ંઆતંકવાદ સંબંધી ૯૬ ઘટના બની હતી આ વર્ષે હતાહત નાગરિકોની સંખ્યા ૨૦૧૯ની સરખામણીમાં ઓછી છે ગયા વર્ષે ૪૭ નાગરિકોના મોત થયાહતાં અને ૧૮૫ અન્ય ઘાયલ થયા હતાં.
૨૦૨૦ દરમિયાન ૧૪ આઇઆઇડી જપ્ત કરવામાં આવ્યો છે જયારે ૨૦૧૯માં ૩૬ આઇઆઇડી જપ્ત કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરમાં ૨૦૧૯માં સુરક્ષા દળોએ ૧૨૦ સ્થાનિક અને ૩૨ પાકિસ્તાની મૂળ સહિતના કુલ ૧૫૨ આતંકીઓને ઠાર માર્યા હતાં.જયારે ૨૦૧૮માં જમ્મુ કાશ્મીરમાં ૬૧૪ આતંકી ધટનાઓ બની હતી જેમાં ૨૫૭ આતંકવાદી ૯૧ સુરક્ષા કર્મચારી અને ૩૯ નાગરિકો માર્યા ગયા હતાં સુત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરમાં સૌથી વધુ એકાઉન્ટર થયા હતાં જયાં સૌથી વધુ આતંકી માર્યા ગયા હતાં અને પુલવામામાં વિસ્તારમા આંતકી સમૂહો દ્વારા સ્થાનિક યુવકોની ભરતીના કેસ સામે આવ્યા હતાં અહં જ સૌથી વધુ એકાઉન્ટર પણ થયા હતાં.HS