ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે 6 ઉમેદવારો શોર્ટ લિસ્ટ થયા
કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા માટે શુક્રવારે 6 શોર્ટ લિસ્ટેડ ઉમદેવારોનું ઇન્ટરવ્યૂ લેશે. આ ઉમેદવારો માઈક હેસન, ટોમ મૂડી, રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, ફિલ સિમન્સ અને રવિ શાસ્ત્રી છે.
સોમવારે બીસીસીઆઈએ આ ઉમેદવારોને ઇન્ટરવ્યૂની તારીખ અને ટાઈમની જાણકારી આપી દીધી હતી. થોડા સમય પહેલા એવા રિપોર્ટ્સ હતા કે 2 હજાર કરતા વધુ લોકોએ ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે અપ્લાઇ કર્યું હતું, પરંતુ તેમાં મોટા નામો બહુ ઓછા હતા. સપોર્ટ સ્ટાફ (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ)ની પસંદગી મુખ્ય કોચ એમએસકે પ્રસાદ કરશે.
રવિ શાસ્ત્રી તે અત્યારે ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝ છે, આ ટુર પછી તેનો કરાર સમાપ્ત થાય છે. કેપ્ટન વિરાટ કોહલી તેને સપોર્ટ કરતો હોવાથી તે આ રેસમાં અન્ય ઉમેદવારો કરતા આગળ છે. ક્રિકેટ એડવાઈઝરીની કમિટી ઇન્ટરવ્યૂ લીધા પહેલા કોહલીના ઇનપુટ્સ લે તેવી શક્યતા ઉજળી છે. તેઓ સ્કાઇપે દ્વારા શાસ્ત્રીનું ઇન્ટરવ્યૂ લેશે.