કોમનવેલ્થ ગેમ્સમાં ટી-20 ક્રિકેટનો સમાવેશ થયો
8 ટીમો વચ્ચે વુમન્સ ટી-20 ક્રિકેટની ઇવેન્ટ યોજાશે : 1998 પછી
|
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને આઈસીસીએ મંગળવારે કંફર્મ કર્યું હતું કે વુમન્સ ટી-20 ક્રિકેટનો બર્મિંઘમ ખાતે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેશ થઇ ગયો છે. 8 ટીમો આ ઇવેન્ટમાં ભાગ લેશે. છેલ્લે 1998માં મલેશિયામાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની રમત રમાઈ હતી. ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ મનુ સ્વાહે કહ્યું હતું કે, આ વુમન્સ ક્રિકેટમાં ઐતિહાસિક પળ છે. તેમજ ગ્લોબલ ક્રિકેટ કમિટી માટે જેણે આ વિચારને વાસ્તવિકતા બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. અમે બહુ ખુશ છીએ કે કોમનવેલ્થ એસોસિયેશન વુમન્સ ક્રિકેટના સમાવેશ માટે સહમત થયા હતા.
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડન્ટ ડેમ લુસી માર્ટિને કહ્યું હતું કે આજે એક ઐતિહાસિક દિવસ છે, અમે ક્રિકેટની રમતનું કોમનવેલ્થ ગેમ્સમાં સ્વાગત કરીએ છીએ. ક્રિકેટ છેલ્લે 1998માં કુઆલાલમ્પુર ખાતે રમાયું હતું