Western Times News

Gujarati News

કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દી પણ સંક્રમણ ફેલાવી શકે

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઈ)ના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે ચેપ પછી કુદરતી રીતે વિકસેલી રોગપ્રતિકારક શક્તિ અગાઉ રોગ ન થયો હોય તેવા લોકોની સરખામણીમાં પુનઃ સંક્રમણ સામે ૮૩ ટકા રક્ષણ પૂરું પાડે છે.

લંડન: બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓ પણ આ ચેપ અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે. ગુરુવારે બ્રિટનમાં પ્રસિદ્ધ થયેલા સત્તાવાર અભ્યાસના પરિણામો કહે છે કે પહેલા થયેલું કોવિડ-૧૯નું સંક્રમણ ઓછામાં ઓછા પાંચ મહિના સુધી રોગપ્રતિકારક શક્તિ આપી શકે છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓ પણ આ ચેપ અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે.

બ્રિટનમાં પ્રસિદ્ધ થયેલા સત્તાવાર અભ્યાસના પરિણામો કહે છે કે પહેલેથી જ કોઈને કોવિડ-૧૯નું સંક્રમણ હોય તો ઓછામાં ઓછા પાંચ મહિના સુધી રોગપ્રતિકારક શક્તિ મળે છે. આ દરમિયાન વ્યક્તિને ફરીથી ચેપ નથી લાગતો, પરંતુ જ્યારે તેના સંપર્કમાં આવનાર અન્ય લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઈ)ના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે ચેપ પછી કુદરતી રીતે વિકસેલી રોગપ્રતિકારક શક્તિ અગાઉ રોગ ન થયો હોય તેવા લોકોની સરખામણીમાં પુનઃ સંક્રમણ સામે ૮૩ ટકા રક્ષણ પૂરું પાડે છે.

અભ્યાસના પરિણામો અનુસાર પ્રથમ વખત ચેપ લાગ્યા બાદ ઓછામાં ઓછા પાંચ મહિના સુધી તેની રોગપ્રતિકારક શક્તિ હોય છે. જાેકે, નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ ગઈ છે તેઓ પણ પોતાના નાક અથવા ગળામાં વાયરસના વાહક હોઈ શકે છે અને અન્યોને તેમનાથી ચેપ લાગવાનું જાેખમ પણ હોઈ શકે છે.

પીએચઈના વરિષ્ઠ તબીબી સલાહકાર પ્રોફેસર સુસાન હોપકિન્સે જણાવ્યું હતું કે, આ અભ્યાસે અમને કોવિડ-૧૯ સામે એન્ટિબોડી સંરક્ષણના પ્રકારનું સૌથી સ્પષ્ટ ચિત્ર આપ્યું છે,

પરંતુ આ તબક્કે લોકો આ પ્રારંભિક તારણોનું ખોટું અર્થઘટન ન કરે તે મહત્વપૂર્ણ છે. હવે આપણે જાણીએ છીએ કે જે લોકોને ચેપ લાગ્યો હતો અને એન્ટિબોડીઝ બની ગયા છે તેઓ પુનઃ ચેપથી સુરક્ષિત છે, પરંતુ હજુ સુધી ખબર નથી કે આ રક્ષણ કેટલા સમય સુધી મળે છે એમ સુસાન હોપકિન્સે જણાવ્યું હતું. અમને લાગે છે કે ચેપ બાદ સ્વસ્થ થયા પછી પણ લોકો આ વાયરસ ફેલાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.